અમદાવાદમાં-ગુજરાતમાં બહુ એનજીઓ અને ટ્રસ્ટો છે એવું સાંભળ્યું હતું, પણ આ પાટિયું વાંચીને હિંદી ફિલ્મોની હીરોઇનના પિતાની જેમ થયું,’ઓહો, બાત યહાં તક પહુંચ ગઇ?’
અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલી આ સોસાયટીમાં બધા ટ્રસ્ટીઓ જ રહેતા હશે?
આજના જમાનાનાં શહેરોમાં સોસાયટીનાં નામ ‘ત્રસ્ત-નગર’ જેવાં હોય તો હજુ સમજી શકાય...
ટ્રસ્ટ-ન-અગર (તો ) કો.ઓ.હા.સો.લી.
ReplyDeleteત્રસ્તનગર જ હશે, અનુવાદ ખોટો થયો હશે.
ReplyDeleteભુલાભાઇ પાર્ક પાસે એક સોસાયટીનું નામ છે - મધ્યમવર્ગ સોસાયટી.
આ સોસાયટીનું નામ ટ્રસ્ટનગર સોસાયટી જ છે. સમભાવ મેટ્રો સાથે સંકળાયેલો પત્રકાર મિત્ર ધ્રુવ ચૌહાણ આ સોસાયટીમાં જ રહે છે. એ ગુજરાતી લેખક મંડળનો (અથવા ગુજરાતી લેખ કમંડળનો) સભ્ય છે એટલે મંડળના ખજાનચી હોવાના નાતે હું આટલું જાણું છું. હવે આગળ ઉપર કહેતા નહિ કે ગુજરાતી લેખક મંડળથી કોઈ ફાયદો નથી. આ થયોને ? સભ્ય થશો તો હજી વધુ ફાયદો થશે. આ જાહેરાત જ છે પણ બીલ વગરની.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
E-mail: binitmodi@gmail.com
Mobile: 9824 656 979