‘પોલીસની બંદૂકનું મૌન’ એ શીર્ષક હેઠળ ગુણવંત શાહે 24 મે, 2010ના ચિત્રલેખામાં પોતાની કોલમ ‘કાર્ડિયોગ્રામ’માં ફરી એક વાર ગુજરાતની એન્કાઉન્ટર-મંડળી દ્વારા થયેલાં એન્કાઉન્ટર વાજબી, ન્યાયી અને કાયદો-વ્યવસ્થા માટે લગભગ અનિવાર્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી દિવ્ય ભાસ્કરનાં પાનાં પર તિસ્તા સેતલવાડના મુદ્દે થયેલી વેવલી લખાપટ્ટીમાં પણ તે એન્કાઉન્ટરને અકારણ વચ્ચે ઢસડી લાવ્યા છે અને કહે છે કે ‘ફેક એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’. આ વિષય પર ગુણવંત શાહનાં લખાણો અનિવાર્ય અનિષ્ટ છે કે નિવાર્ય અનિષ્ટ, એ આપણે નક્કી કરવાનું છે.
ગુણવંત શાહ તેમની બબલગમી શૈલીમાં લખે છે,’બંદૂક હોય ત્યાં ગોળી હોય. ગોળી હોય ત્યાં ગોળીબાર હોય. ગોળીબાર હોય ત્યાં હત્યા હોય. હત્યા હોય ત્યાં માનવીના જીવવાના અધિકાર પર તરાપ હોય. જો આપણે માનવ અધિકારના અતિરેકને કારણે પોલીસને કે જવાનને કરડાકી વિનાનો, ગુસ્સા વિનાનો, જોસ્સા વિનાનો અને નમ્ર બનવાની સલાહ આપીએ તો કાયદો-વ્યવસ્થા કડડભૂસ થઇ જાય.’
ગુણવંત શાહને આટલું પૂછવાનું છેઃ
- જેલમાં પુરાયેલા પોલીસ અધિકારીઓ પરના ખંડણી ઉઘરાવવાના આરોપ વિશે તમે કેમ ચૂપ છો? અભય ચુડાસમા ખંડણી ઉઘરાવવા માટે સોરાબુદ્દીનનો ઉપયોગ કરતા હતા. સોરાબુદ્દીનના એન્કાઉન્ટરને તમે વાજબી ઠરાવો છો. એ જ લોજિક હેઠળ અભય ચુડાસમાનું શું થવું જોઇએ?
- તમે લખો છો ‘સોરાબુદ્દીન સુફીસંત ન હતો.’ એવું કહે છે પણ કોણ? અમે તો કહીએ છે કે સોરાબુદ્દીન ગુંડો હતો. (દૃષ્ટિકોણ, ગુજરાત સમાચાર, 18-5-2010) પરંતુ તેનું એન્કાઉન્ટર એ ગુંડો હતો એ કારણથી નહીં, પણ મુખ્ય મંત્રી મોદીની હત્યાના આરોપસર કરવામાં આવ્યું હતું. પાછળથી ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં કબૂલ્યું કે સોરાબુદ્દીન પર મૂકાયેલો આરોપ ખોટો હતો અને તે મુખ્ય મંત્રીની હત્યા માટે આવેલો ત્રાસવાદી ન હતો. આ સચ્ચાઇ વિશે તમારા લેખોમાં કેમ એક અક્ષર પણ વાંચવા મળતો નથી? આ વિશે તમારે શું કહેવાનું છે?
- સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર કેમ થયું અને રાજસ્થાનના કયા નેતાએ કરેલી સોદાબાજી અંતર્ગત થયું એ પણ જાણકાર વર્તુળોમાં ‘ઓપન સીક્રેટ’ છે. એના વિશે તમારે કંઇ કહેવાનું નથી? મહેરબાની કરીને ‘કાયદો કાયદાનું કામ કરશે’ એવું ન કહેશો. કારણ કે કાયદાના હાર્દને ઠેબે ચડાવીને જે લખવું છે એ તો તમે લખો જ છો. એટલે સોદાબાજીના મુદ્દે પણ તમે શું માનો છો એનો જવાબ આપજો, જેથી તમારી અસલિયત હજુ જે ન સમજ્યા હોય એ લોકો જાણી-સમજી શકે.
- સોરાબુદ્દીનની સાથે તેની પત્ની કૌસરબી અને થોડા સમય પછી તેના સાથીદાર તુલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર ગુજરાત પોલીસે કર્યું. એના વિશે તમારી કોલમોમાં કેમ કદી કંઇ પણ વાંચવા મળતું નથી? ઘણા લોકોએ તમને આ સવાલ પૂછ્યો છે અને મેં પણ વણઝારા સાથેની તમારી પ્રીતિમુલાકાતના અહેવાલ પછી તમને આ સવાલ પૂછ્યો હતો. એનો જવાબ કેમ આપતા નથી?
- જે ધરપકડો ગુજરાતની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે કરી છે, એને તમે કેન્દ્ર સરકારે કરેલી કેમ ગણાવો છો? (‘કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના પોલીસ અધિકારીઓને વિશેષ દૃઢતાપૂર્વક જેલમાં મોકલી રહી છે.’- ચિત્રલેખા, 24-5-10) મુખ્ય મંત્રીની બ્રીફ જેવું આ જૂઠાણું ચલાવવામાં તમારું શું હિત છે?
- સીબીઆઇની કાર્યવાહીમાં તમને વોટબેન્કનું ગંદુ રાજકારણ લાગે છે. તો પોલીસ અધિકારીઓ સામે મળી રહેલા અને ખુલી રહેલા પુરાવા સામે તમે જે ધૃતરાષ્ટ્રવૃત્તિ દાખવો છો તે શું છે?
- ‘મુખ્ય મંત્રીને મારવા આવ્યા’ના આરોપસર જે નકલી એન્કાઉન્ટર થયાં એના વિશે- અને ખાસ તો આરોપના જૂઠાણા વિશે- તમારે શું કહેવાનું છે?
- તમે લખો છો કે ‘ગુજરાતની પોલીસનો જોસ્સો (મોરાલ) તૂટી ચૂક્યો છે.’ 2002થી અત્યાર લગી પ્રામાણિકતાપૂર્વક પોતાની ફરજ બજાવવા જતાં રાજકીય સાહેબોના અળખામણા બનેલા પોલીસ અધિકારીઓના મોરાલ વિશે તમારે શું કહેવાનું છે?
ગુણવંતભાઇ, તમારા દીકરા પાસેથી મારે એર ટિકિટ નથી જોઇતી. તમારા બચાવ ખાતર જેને તમે અકારણ વચ્ચે ઢસડી લાવો છો એ તમારી મુસ્લિમ પુત્રવધુની આણ પણ મને ન આપશો. (પોતાની લડાઇમાં નિર્દોષ કુટુંબીજનોને વચ્ચે લાવવાં એ નબળાઇની પરાકાષ્ઠા છે એવું તમારા કોઇ શુભેચ્છકે હજુ સુધી તમને કહ્યું નથી?) તમે લોર્ડ ભીખુ પારેખને શું કહ્યું હતું એની વાર્તાઓમાં મને રસ નથી અને ઉપરના સવાલના જવાબો ‘આદરણીય મોરારીબાપુને ખાનગીમાં’ આપવાની વેવલી દરખાસ્ત પણ ન કરશો. એ સવાલોના જાહેર જવાબ મારે અને મારા જેવા ઘણા ગુજરાતીઓને જોઇએ છે.
આપશો? આપી શકશો? કે પછી રાબેતા મુજબ તમારા ભક્તમંડળને છોડી મૂકશો?
ઉર્વીશ કોઠારી
નિરીક્ષક, ૧૬-૬-૨૦૧૦
‘નિરીક્ષક’ના આ જ અંકમાં નિવૃત્ત પ્રાઘ્યાપક રમેશભાઇ કોઠારીએ કામિની જયસ્વાલના પત્રના ગુણવંત શાહે આપેલા જવાબ અંગે મુદ્દાસર નુક્તચીની કરી છે. રસ ધરાવતા મિત્રો જાણ કરશે તો તેમને પીડીએફ મોકલી આપીશ.
Gunvant shah secularism uper lakhva mate na master ganay che pan lekhak jyare temni balancing act gumave tyare eni asar vachak uper pan aavti hoy che.. kaamini jayswal ane shah saheb nu Karmshil jutthu boli shake vaadi hakikat ma pan kaik emaj thayu che.. jo ke have aani andar ni diplomacy thi kharo vachak gan to anjaan j che.. jo ke satya hamesha chhapru faadi ne bahar aave etle aaje nai ne kale khabar to padse j...
ReplyDeletei think u have some personal problems with gunvant shah............
ReplyDeleteભઈલા એનોનીમસ,
ReplyDeleteઉર્વીશભાઈને ગુણવંત શાહ જોડે અંગત પ્રોબ્લેમ હોય કે ના હોય તેની ચિંતા છોડ અને એ બતાય કે પોતાનું સાચું નામ લખવામાં તારી ફાટે છે કેમ ? ઈમાનદારીની સ્યાહી અને ફૌલાદી કલમ થી લખાયેલા ઉર્વીશ કોઠારીના લેખોમાં હંમેશા સચ્ચાઈનો રણકો હોય છે એટલું નહિ સમજવા જેટલો બી ડફોળ તું હોઈશ એમ નથી લાગતું.
Gunvant Shah man manasai mari parvaree che... jem rajkaran man ketlak dalal neta hoy che... tem gunvant shah dalal lekhak j che... tevu have vadhare dradhpane manu chun...
ReplyDeleteજયારે લેખક સેલીબ્રીટી અને રાજકીય પક્ષના પ્રવક્તા બની જાય અને તેનો અહમ રાખતા થઈ જાય ત્યારે પોતાને પસંદ વિધાનો કરતા રહે, પછી ભલે તેમાં સચ્ચાઈ હોય ન હોય. ગુણવંત શાહે પણ પોતાની આસપાસ સેક્યુલર હોવાનો ઓરા બનાવી લીધો છે અને બધા છાપા અને મેગેઝીનોમાં વિવેક રાખ્યા વગર કે સત્ય તપાસ્યા વગર લખે રાખે છે. એક દિવસ તો આ બબલગમ ફૂટવી જોઈએ. આભાર ઉર્વીશભાઈ તેમને પડકારવા માટે.
ReplyDeleteBrinda
Using the religious background of one of his family members as a 'certificate of secularism' speaks volumes of total moral corruption. Thanks Urvishbhai for putting this in black and white.
ReplyDeleteઉર્વીશભાઈ સાચી અને વિચારવા જેવી વાત છે.આ એન્કાઉન્ટર સાચું હોય તો શા માટે આટલા IPS અધિકારી જેલમાં છે અને શા માટે ગુજરાત સરકારે કોર્ટમાં એફિડેવિટમાં આ એન્કાઉન્ટર ખોટું છે તેવું કહ્યું છે.
ReplyDeleteઉર્વીશભાઈ મને પીડીએફ મોકલી આપશો.
rppatel1in@gmail.com
http://rupen007.wordpress.com/
http://rupen007.feedcluster.com/
ગુણવંત શાહને બહુ સમયે નિરીક્ષક વાંચવાની ટેવ પડશે. આમ તો સારા વાંચનની ટેવ કોઈ પણને બાળપણમાં કે યુવાન વયે પડી જવી જોઈએ. કંઈ નહિ, ઘડપણ એ બીજું બાળપણ જ છે ને ? જો કે ગુણવંતભાઈ ઘરડા થયાનું સ્વીકારશે નહિ. કંઈ વાંધો નહિ, પણ સીનીયર સીટીઝન તો થયા કે નહિ ? તો ભલા માનસ સીનીયર સીટીઝનને છાજે એવું તો કંઈક લખો. યુવાનોને પ્રેરણા આપવા પંદર વર્ષ પહેલા અમદાવાદના ગાંધી આશ્રમથી પંચશીલ પદયાત્રાની આગેવાની લેનાર ગુણવંત શાહ એ રૂટ પર આગળ વધવાને બદલે ગાંધી આશ્રમથી યુ ટર્ન લઇ સાબરમતી જેલમાં ડી. જી. વણઝારાને મળવા ગયા. જેમના ઘરે બાબુભાઈ જસભાઈ પટેલ સરીખા મુખ્યમંત્રી ફોન કરીને મળવા જતા હોય તેમણે વણઝારાને મળવા મોંઘા ભાવનું પેટ્રોલ - ડીઝલ બાળવું પડે ? ગુણવંત શાહની આ સ્થિતિની મને દયા આવે છે. તેઓ પૂર્વે બર્નાર્ડ રસેલને પણ મળવા ગયા હતા. સાહેબ રસેલને મળીને તમે શું શીખ્યા ? ગુનેગારોની પીઠ થાબડવાનું ? નરેન્દ્ર મોદીના વખાણ કરનાર કોંગ્રેસી નેતાનું નામ આપવા જતા તમને એમની કારકિર્દી રોળાઈ જવાનો ભય સતાવે છે. ભલા માણસ ગુજરાતમાં તો આખે આખી કોંગ્રેસની જ કારકિર્દી રોળાઈ ગઈ છે પછી કોઈની વ્યક્તિગત ચિંતા શું કામ કરો છો ? એમની ચિંતા કરવામાં શું તમને સિદ્ધાર્થ પટેલ - શક્તિસિંહ ગોહિલ કે અર્જુન મોઢવાડિયા હોવાનો અનુભવ થાય છે? આવુંને આવું લખશો તો કોંગ્રેસની જેમ તમારી લેખિની રોળાઈ જશે એ નક્કી !
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)
મોબાઇલ : 9824 656 979
E-mail: binitmodi@gmail.com
ભાઇશ્રી ઉર્વીશ કોથારીજી એ કરેલા પ્રશ્નો ખુબજ ધારદાર અને સચોટ છે. જો કે મેં શ્રીમાન ગુંણવંતભાઇ શાહે લખલો ઉક્ત આર્ટિકલ વાંચ્યો નથી એટલે ટિપ્પ્ણી કરવાંનુ ટાળુ છુ. તેમ છંતા એટલુ ચોક્કસ કહીશ કે કોમેંટ બોક્ષમાં અભિપ્રાય લખતા સુજ્ઞ વાચકો પ્રત્યુતર આપતા વિવેક જાળવી ને લખે તો સારું. (ખાસ કરીને અહમભાઇ એ અનોનીમસ ને આપેલો જવાબ વાંચીને આ લખવા પ્રેરાયો છું.)
ReplyDeleteઆ બાબતો માં આમ જનતા તો છાપાઓમાં વાંચીને શું ચાલી રહ્યું છે તે જાણતી હોય છે અંદરની હકીકત શું હોય તે તો આ પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકો પોતાના વિચારોનો ઢોળ ચડાવી ને રજુ કરે ત્યારે એક જ બાબતમાં એક કરતાં વધારે દ્રષ્ટીકોણ નો ખ્યાલ આવતો હોય છે. તેમ છંતા એટલું ચોક્ક્સ કહિશ કે વાંચીને ખુબ જ મજા આવી તેમજ ઉર્વીશભાઇ એ પુછેલા પ્રશ્નો ના જવાબ વાંચવાનું ગમશે.
કલ્પેશ સથવારા
ઉર્વીશ કોઠારી ની નીડર કલમનું લખાણ વાંચવાની ખુબ મજા પડી. કિરણ જોશી સાથેની બે દિવસની યાત્રા દરમ્યાન ઉર્વીશ કોઠારી નામ સાથે પ્રેમ થયો. ઘણા બ્લોગ વાચ્યા પછી ઉર્વીશ પ્રેમ જરૂર વધ્યો છે. આજ ના આ લખાણ પરથી એક વાત તો ચોક્કસ છે કે પત્રકાર એટલી સરસ ઈમેજ હોવા છતાં કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિની પ્રશંશા શુ કામ કરતા હશે . ગુણવંત શાહના માત્ર મોદી પ્રેમ ને લીધે ચોક્કસ દુખ થયું.
ReplyDeleteSir would like to have the PDF File on parth.j.dave@gmail.com,
ReplyDeletei like ur lucid n acid style,
will be waiting for some more...
thanx.
Urvishbhai - pls send a pdf to hardik.h.desai@gmail.com
ReplyDeletemany thanks
congregates urvish. you have a courage to speak against mr. gunvant shah and his mentor narendra modi. I feel pity for mr. gunvant shah , a onetime leading Gujarati thinker became a mouthpiece of narendra modi.I accidentally read your reply to G.shah's article for Mr. vanzara 3-4 months ago and from that moment, i become a fan of yours.I still don't understand why g.shah mention Moraribapu every time.except for organizing 'ramkatha' and making money ,he didn't did anything good for Gujarat
ReplyDeleteRead the potentially dynamite Urvish Kothari after a long time. I think you should use Nirikshak kind alternative media once in a while, otherwise main stream media would take its tall on you. If Gunvant Shah don't reply you now, he is a DEAD writer.
ReplyDelete- Kiran Trivedi
It is not journalstic jugglary but healthy points to assess and suggest for a future healthy Gujarati-Indian Society. It is a case of judiciary, crime of 2002-Pogrom engineered and supported by state machinery. Pen (Urvish) reflects the true metal.
ReplyDeleteStrategic Indian Administrative Institute and or similar Authority of Govt. of India could suggest legal, administrator, government procedure on nexus-phenomenon, amend criminology act, FIR, Evidence, Confession-Statement.
Regarding Gunvantbhai's pen. He has taken too much time to moderate from his Nagpur Mentor whether they have any interest to re-orient cadre to have new experience of co-existence as per Indian Constitution. Delay reflects the chemistry of antonym instead of synnonym.
Innocently, once Mr. Gunvant suggested for Prestorika within RSS/BJP, it seems he has been asked to keep mum.
It is a shameful for a Muslim to learn that few Muslim businessmen support several IPS Officers who are now in Jail. Common business interest phenomenon.
@kiranbhai : appreciate yr response. Only thing: main stream media has yet to take its tall. refer to sohrabuddin piece published in Gujarat Samachar recently.
ReplyDeleteam more curious as to how gunvant shah and the likes of him in gujarati literature/jouranlism respond to this piece personally and professionaly - gujarati literary/jouranlist debate is not familiar with open confrontation, argued, logically with facts - with equal passion.
ReplyDeletethis should be an interesting footnote sometime if at all if someone were to review gujarati jouarnalism's history.
ayesha
Hi urvishbhai. pls send me PDF on vishnubharatiya@yahoo.co.in
ReplyDeleteધર્મસત્તા અને રાજસત્તા ભેગા મળીને જે ગોરખધંધા કરતાં હોય તેને ઉઘાડા પાડવાનું કામ 'ગુણવંત' લેખકો-પત્રકારોનું હોય છે. પરંતુ લેખકો અને પત્રકારો જ જ્યારે રાજસત્તાના ખોળામાં બેસી જાય ત્યારે સમાજની પત્તર ફડાવામાં કંઇ બાકી રહેતું નથી. ગુણવંત શાહ જે પોલીસોના મોરાલની વાત કરે છે તેમણે કેટલાય પરિવારોની જિંદગીના સોદા કર્યા છે. આમાંથી જ એક અધિકારીએ એક પરિવારના પાંચ વ્યક્તિને આત્મહત્યા કરવા પ્રેરનાર વ્યક્તિને બચાવવા સારી એવી રકમ લીધી છે. તે જે પોલીસના મોરાલની વાત કરે છે તે પોલીસ ક્યારેય સામાન્ય માણસના કામે નથી આવી. જો પોલીસમાં મોરાલ જેવું કંઇ હોત તો સામાન્ય માણસ સ્ટેશનના પગથિયા ચડતાં ડરત નહીં. ગુણવંત શાહને જણાવવાનું કે, પોલીસ તેમના કામને માત્ર એક ધંધા તરીકે જોવે છે, જેમ ગુણવંતભાઇ સરકાર વતી લખે છે તેમ પોલીસ અધિકારીઓએ પણ સરકાર માટે કામ કર્યું હતું. રાજસત્તાના ખોળામાં બેસીને પોતાના ધર્મને ગુમાવનાર ગુણવંત શાહ ગુજરાતની પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે અને તેને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એક લેખક માટે પ્રજાને ગેરમાર્ગે દોરવા જેટલો જઘન્ય અપરાધ કોઇ નથી. ગુણવંતભાઇ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો.
ReplyDeleteસાચ્ચા ગુજરાતીને છાજે તેવી કલમ ચલાવવા બદલ અભિનન્દન...
ReplyDeleteઉર્વીશભાઈ મને પીડીએફ મોકલી આપશો.
mail_tarunbanker@yahoo.co.in
તાજેતરમાં મારી લઘુનવલ "મરણમ" પ્રસિધ્ધ કરી છે. કોમી તોફાનોની જડમાં રહેલી વાતના સત્યને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આપનુ પોસ્ટલ સરનામુ મોકલશો. અભિપ્રાય અર્થે આપને પુસ્તક મોકલવુ છે.
તરુણ બેન્કર (મો) ૯૨૨૮૨૦૮૬૧૯
www.maainfo.com
આવા જીહજૂરિયા કટારલેખકોને પ્રજાને ગુમરાહ કરવાનો કોઈ અધિકાર નથી. લેખકનું કામ પ્રજાને જાગ્રત કરવાનું છે, નહિ કે અંધારામાં રાખવાનું. આજ નહિ તો કાલ સરકારનું જૂઠાણું બહાર આવવાનું જ છે, એ વાતે લેખકની બુદ્ધિ સાઠે નાઠી જેવો ઘાટ થયો છે...
ReplyDeleteI am a neutral fan of both of you.
ReplyDeleteI guess, Urvish bhai, you are missing out the entire in depth talk and issue concerns by G.S.
You talk of very superficial issues. He commences any issue from all the aspects. Political, Social, Economical.
The problem with gunvant shah is that he is victim of his own film-star type popularity(which incidentally is not same as success-amitabh bachchan is a fame and success is mahatma gandhi).Any true intellectual will never ever preside om his or her myth.Sadly,there is long list of writers in gujarat who misused there public platform for personal satisfaction.Gunvant shah is the newest name in the list.
ReplyDeleteAs many commented here without even reading the depth of the writing of GS just due to some kind of bias, I felt like writing to prevent us from being one sided.
ReplyDeleteI agree with some questions raised by UK but the approach taken by him and language used seems like there is something more personal than just an issue based criticism. I am a regular reader of this column but always felt UK’s views just one sided and once he get driven by a bias can not control himself. One thing we all must know and appreciate ‘OTHER’ view point and I think that’s True Secularism. I do not expect 'all' readers commenting here keep a boundary between expressing themselves and insulting other point of view but I can see some from the field. Just appreciating Heroism and ignoring Mavali attitude is not good for a society as long term and especially in journalism.
I also felt here some are much interested in Vad-Vivad than real issue. I do not think the society is perfect just with UK view or GS view alone.
Ronak Patel
dear ronakbhai
ReplyDeleteisn't it the easiest and most unfair way out to allege that I have something more personal?
There's one more standard argument, that of appreciating 'the other side'.
my dear sir, it's surprising u don't find this piece itself as 'the other side' after continuous & ill-tasted onslaught of GS in his Db & chitralekha columns.
and why generalise like 'appreciate other's view point is true secularism'? This discussion is not about secularism, mind well. It's about a writer favoring criminals who happen to be police officers.
and lastly, agreeing with questions but have to write so much just for the 'approach & language'! Really? then what about proportion?
Well said...
ReplyDeletethe behaviour of Mr.Shah can be summarised by the 'Plato's cave theory' watch it on youtube in a story format.Politics creates puppets its a shame that such a big writer is a puppet.
I know Mr. Dhuni Mandaliya, once he said to me when I went to his home that our Gujarat's PM said once to him that he should not write against him and Mr. Mandaliya said I don't fear you. Gunvant Shah needs courage to accept and spread facts.
And hats of to our daredevil writer Urvish. Keep up the good work Urvish.
-Arjav
Urvush,
ReplyDeleteSaras hasya lekh che.Maza padi.
(sorry, I couldnt find anything cocerning the real common people, to effect. This piece has real clear personal angle,atleast I am not blind- not to see that. We have more & better expectation from you. Pl do not reply like b4r that 'hu tamari samjan mujabnu....', it applies to readers comments too)
Saras lekh che, haswa ni maza avi..(dil ma gussa sathe)
ReplyDelete@narendrabhai: hardly any point arguing with u. keep enjoying, even with 'dil ma gussa'.
ReplyDeleteUrvish, thnx.
ReplyDeleteI didnt demand any argument.
I am your ardent reader since long years, even b4r we met in person and I will remain still.
Only my feeling is- I miss the Urvish touch I am used to during your past days.
Wish happy life ahead.
(sorry for the typo mistake, u can delete previous comnt)
urvish,
ReplyDeletepls send me tht pdf file..
thx.
-sanjay vaidya
(the35mm@gmail.com)
Dear Urvish,
ReplyDeleteInteresting points and discussion as always on your blog.
Please send me the pdf. Would like to read that too to comment.
-Salil
Urvishbhai very logical points, we cant justify anything which our constitution and low don't permit, and we cant encourage such activity at any cost. I think Gunvat Shah has become the tool of Modi govt to spread his propaganda and that's why despite being a thinker he is misguiding and provokes the people and he proved that he is no more a thinker
ReplyDeleteUrvishbhai I really appriciate this artical. How so called thinker like Mr. Gunvant Shah are misguiding the common gujarati readers and try to creat falls opinion for their personal ambitions........It should be challanged and you did that.......thanks....
ReplyDeleteBhargav Trivedi
sir, vanchi ne dhanu janva malyu,,,,,,,,
ReplyDeletepan vishesh comment pdf vachi ne karish..
have ano pratiutar je Pdf ma che,, te niche na email id par mokalava namra vinanti karu chu
hiren_makwana2000@yahoo.com
Dear Mr.kothari,
ReplyDeleteLet me tell you very frankly that if someone invent a light bulb you will publish it as Candle making industry Threatened.
I havent read your magazine but have gone through your posts here. in none of the post you have appreciated any person.
as per your posts narendra modi is fooling people of gujarat.
sardar was old and thats why gandhiji took decision of making Nehru president of Congress and eventually PM of India.
What i know about Modi is in his speaches he use to emphasis on developement and good governance. and that not only him "Intellectuals" and "proffesionals" throughout india use to say
I am not talking it just like that. I am in Andhra and i use to meet a lot proffesional due to nature of my job. and when i tell them i am a gujarati from Surat they just ask me one simple question " Do you really like this place?"
this is enough proof as per me to know about development in my state. if you dont consider it then let me give you a example.
one international Energy company has supplied some equipment to gujart based power plants. some officials from the same company came here for similar purpose. they shared surat flood experiance with me. they said "we were in hotel and couldn't even came out of the same. we thought the situation will be same for minimum 10 days as 8 ft. water was out side the hotel on main road. but we were amazed when we saw that just after water level reduced SMC people started cleaning and fumigation the roads. as per our information water level was still high in some part of the city. such fast action was never been seen / or heard in history of india." they added " after 12 hour the situation was so well that we coundn't even make out that this place was under water yesterday."
This is what people want.
It is not important under which charge Sorabbudin was killed. the important thing is that a criminal was removed from the socity.
and as per my knowledge you are just the second person pointing out sardar's shortcomings in becoming PM of india.
india needed a young leader by heart and mind. not by age at that time.
sardar must have done pan indian tour while uniting india. which gives clear indication to his mental strength.
just look at 1948 indo pak war. pakistani army was just some kilometers away from srinagar. it was sardar whose decsion saved 66% of kashmir from pakistanis. and in 65 it was nehru's decisions who led us to defeat against china. ( you may not know but let me tell you during 60's indian arms making fatories were making Tea kettles to sustain with day to day expenses)
gandhiji taken decision of making nehru president of congress because otherwise nehru's nature would even made him going for making a diffrent political party. you righly noted that nehru couldn't work as 2nd in command.
Some colomist take a money and other benifit and write RIGHT UO from many yers. this a one more example.now gunanvant shah is'' OFFICIAL PRO OF CM !!''please send pdf.
ReplyDeletekishor anjaria.
dear urvish...
ReplyDeletetill 25th june,2009 i was running a newschannel in vadodara....why i had to shut down is a long story...but it is the same lot of ppl whom mr gunvant shah is fond of praising,were instrumental...i know gunvantbhai since ages..and know many things abt him...the main question is why gunvant shah has turned modibhakta frm gandhibhakt...the reason could be a rajyasabha seat...more later...
Future (transactional-analysis) study of Gujarat in particular and India in general will give lead to healthy Indian society of co-existence with difference.
ReplyDeleteExample: (1)Lower Judiciary who did not applied mind in 24 Massacres (2002).
(2) High Court Judiciary who partly, impartially applied judicial mind.
(3) Inappropriate 'applying of mind' by learned judiciary at Lower and HC speaks of itself nexus-phenomenon in 24-Mass Massacres. Criminals, philosophy who supported and engineered through government machineries are out.
(4) After SC intervention only few small-fishes (IPS Officers) are being screened. Lot of Legal Exercise only resulted.
(5) Screning of big-fishes which supported Newton Theory - Physics law to massacre Indian lives and Indian Property and India's Development. We expect good outcome from Highest Apex temple of Justice, Supreme Court.
(4) General reader could also understand to apply mind (with open heart)instead of phrases, personal vocabulary.
(5) It is high time to create in all our heart a Understanding. Tolerance and Justice should have equilibirium. One Rule should be common for all Criminals, mafia, political crime, financial crime, academic mafia, journalistic-mafia, religious mafia.
Lage Raho... for a healthy Indian Society for future generation on Development.
કલમ અસીડીક છે પણ એસીડ એક જ દિશામાં છંટાય છે. જો કે સારું છે, આ પ્રકારના લેખ ગુજરાતના લોકોને ૨૦૦૨ ની માનસિક પરિસ્થિતિમાં ફરી જવામાં મદદ કરે છે.
ReplyDelete@mr.desai : let me say at the outset that u have done disservice to Sardar by bracketing him, even for this discussion, with Modi.
ReplyDeleteReg. your observations abt my writing ('none of the post you have appreciated any person') clearly u have rushed to hasty opinion. u should at least know about my book 'Sardar: Sacho Manas, Sachi Vaat' or even ponder at other writings in the blog before writing this much.
Dear Mr Kothari,
ReplyDeletelet me tell you that you havent read my whole post ( and expecting me to read your Books). I have clearly written my observation is just based on some of your recent posts.
secondly i havent mixed modi and Sardar. these two were example out of your posts.
Defintely i wrote that you havent appreciated any person.
and why not you have completely ommited the point while writing on sardar and nehru that sardar unified this country to make it biggest democracy in the world. its true that you have only talked about "why bapu selected nehru over sardar"
and in the same you wrote many limitations of sardar but not strength.
at the end as i am writing about modi pls dont feel that i am mixing modi and Shri Sardar.
have you posted at any where that till now we use to go to other contry to see about their projects for roads , highways, metros etc.
as a gujarati dont you feel proud when a far eastern city commitee came to study janmarg.. project.
let me tell you very clearly that by writing you are giving a view of just one face of coin.
you are disglorifying gujarat in the eyes of those who read your post worldwide.
sorry to say but i havent read your book " sardar sacho manas , saachi vaat". i will love to go throgh the same as soon as i get it.
as sardar is not just a leader or freedom fighter or, dy. Pm of india , but for me he is a part of my soul.
as you said i have done disservice to shri sardar.
i tell you sardar ka kad hi itna bada hai ke niether me nor you not anybody can do disservice to him. whoever feel so they themselves disglorifying him by saying so.
regards
Sushen
@mr.desai: isn't it unfair to base observations amounting to judgement based on 'some of the recent' posts and accusing me summarily? ('you haven't appreciated any person')
ReplyDeletemore on my perception about sardar after u go thro'the book.
I'm late in "disglorification of Gujarat" so to say. It has been already done by Guj CM years back though most of us didn't object to that.
Urvish Saheb,
ReplyDeletei again tell you pls go through my post,
"in none of the post you have appreciated any person."
which literary means
tame kareli post ma tame koina vakhan nathi karya
have you done it?
its nothing about making judgement.
its ture that you are late in disglorification of gujarat. many person have done it and still trying to do even today....
will you plz tell me , how mr modi have done to disglorification of gujarat ?
if you are still tied with the rope of 2002 godhra. then let me tell you communal riots in india or in gujarat have nothing to do with modi or any person, it was happening even when modi was not born , and still happen ( if we still believe pseudo sechularists) after modi's death. english mentality of dived and rule has made a place not in over brains but even in blood.
Minorities are not developing in gujarat is a accuse genrally made against gujarat.
FYI Highest no of ancient protected mosques are in gujarat......
still you feel that gujarat's face is dirty with the "Unsafe minorities"'s label.
modi's roller has demolished more temples then mosques in gujarat which were illegal.
parsis are also minorities then why paris's are not raising their voice that they are not safe.
pls give me one more answer by saying what Modi has fooled gujaratis "
regards
Sushen
Hathi pachhal bhasta kutra !?!
ReplyDeletePlease send me PDF of the said issue.
ReplyDeletekalp1412@gmail.com
કલ્પેશ સથવારા
@ i have told you the level of people who appreciate developement and in some comments i came know the level of your supporters.
ReplyDeleteno answer required.
Urvishbhai... dilthi abhinandan....
ReplyDeleteGujarat ma ekaj tame maina lal nikadya ke jene Vanhara ba bhakt Gunvantbhai ne sachi vat kahevani himmat kari...
Gunvantbhai ne ghana samay thi modi ane teni Vanjara mandli par prem Ubhray rahyo che... Sidhant ane shishtachar ni vato karnara Gunvantbhai jyare Ahmedabad ni Sabarmati jail ma Vanjara & co.. ne malva jay tyare evu lage ke sakuni mama kauravone malva gaya hata....
ReplyDeleteVanjara & Co.. a kayu evu saru kam karyu che ke Gunvantbhai teni ghana samay thi vakilat kari rahya che....
Gujarat na Sahityakaro ane Lekhko pan jane ajanye Modi na dar ane Saramthi Gunvant shah jeva rah bhulela loko ne sachi vat nahota karta.....
pan Urvish bhaye khub himmatbhari vat kari che tyare jetla abhinandan aapiye tetla ocha che...
ઉર્વીશભાઈ.. જુદા જ દ્રષ્ટિકોણથી જે સવાલ કર્યા તે વાજબી છે.. પણ બે વાત ખાસ ગમી.. જે તમે સીધીને સટ્ટ રીતે કહી છે.. એક તો એ કે, મુસ્લિમ પુત્રવધૂને ટાંકીને સેક્યૂલારિઝમનો ડોળ કરવો તે... અને બીજી તે એ કે, મોરારીબાપૂને ખાનગીમાં જવાબ ન આપતા તે.. આશા છે કે, બીજા કતારલેખકો અંગે પણ જરૂર પડ્યે આપની કલમ આવી જ બળવત્તર રહેશે..
ReplyDeletepdf મોકલજો સાહેબજી.. હવે વાંચવાની ઉત્સુકતા છે...
ReplyDeleteDont worry mr desai, you are not alone, you are with majority of gujaratis, dont worry if you are in minority here.. i totally agree with your points..
ReplyDelete@mr.desai: "how mr modi have done to disglorification of gujarat?" What a question! Really sir, I have no answer to it. I'm speechless!
ReplyDeleteand blaming me for the kind of "supporters"...you should know commentators on blog are not "supporters". why in so much hurry to discard my writings/views?
@Chirag: how was your "minority experience"? :-)
Just to remind, this post is abt some direct questions to G Shah.
@ Mr Kothari,
ReplyDeleteThis is not answer of my question. you have directly posted that Mr modi has done disglorification of gujarat.
so give some examples.....
or you are just writing like that!!!!!!!!!!
I dont find you a person je Prasidhh hasti vishe avlu lakhi ne prasidh thava magti hoy.
so you must have some points for the same.
let me give you a honest feedback that your post related to medical reaserch are really much knowledgeble... its good thing that by your posts many people will get knowledge .
then even if modi has disglorified gujarat why dont u use the same medium to glorify it...
and please dont misunderstand my posts. i have not blamed you for having a type of supporters i have just informed you that person who like your posts are of which mental level.... so if you are feeling that people are appreciating your post then its not fact but just your perception...
i dont find any other media then this to commuicate with you rather discuss with you my observation on your posts so i am posting it here.come to a another platform we will discuss it there.. i very well know that this post is about G shah.
be direct man.
ગુણવંત શાહ ની શૈલી બબલગમી ચોક્કસ કારણકે મમળાવી ગમે - વિચારો અને તાજગી થી ફરેલી. પણ sir આપની શૈલી તો ઈર્ષ્યા થી ભરેલી.
ReplyDeleteવાંચતા થાકી જવાય. ઈર્ષ્યા સમજી શકાય. ગુણવંત શાહ વિષેના પોસ્ટ પણ તમારા બ્લોગ પર વધુ વંચાય, તમારા બીજા લેખ કરતા!
ખેર, હાથી જલત હે અપની ધૂન મેં કૂતર ભુકત વકી ભુકવા દે - સાંભળ્યું છેને????
ગુણવંતભાઈના લેખોમાં અમારી લાગણી પ્રગટે છે. બંધ કરો આ શબ્દો ની લડાઈ.
ભવ્યા મંકોડી
ઉર્વીશભાઈ મને પીડીએફ મોકલી આપશો.
ReplyDeletethesisbinding@gmail.com
@dear bhavya : why only talk about "shaili"? what about answers? thnx for suggestion. unable to implement. sorry.
ReplyDelete@mr.desai : "how mr modi have done to disglorification of gujarat?" is the question that reflects either naivete or bhakti. In both the cases I don't owe answer. The answer of the question is so evident that I'm wonderstruck at the question itself. Your question hardly leaves any common platform (bhumika) of discussion between us on this matter. Thanx for your compliments reg. biology pieces.
my way of glorifying Gujarat is not glorifying Guj Govt. I'm doing what I can. FYI : I don't build perception from blog responses. Be assured : I have much more sound mechanism for that.
If u will re-read the post, you wont advice me to be direct, i suppose.
Failure of Hindutva Lab (Gujarat)is confirmed by rejecting tips given to Best Surgeon to mistreat minority-patients. Is it not a frustration! Definition of Development on death-bed of minority. Creating a divide in society. New Imperialism.
ReplyDeleteબહેન ભવ્યા
ReplyDeleteલાગણીઓથી સત્ય બદ્લાઇ જતું નથી ઉર્વિશભાઇ એ ઉઠાવેલા પ્રશ્નો સાવ બેબુનીયાદ નથી.
રહિ વાત કોઇપણ માણસ ના અભિપ્રાય સાથે અસંમત થવાની તો શ્રીમાન ગુણવંતભાઇ ને વાંચી ને આપે એટલુ તો ચોક્ક્સ ગ્રહણ કર્યુ હશે કે અલગ વિચારધારા ધરવતા અભિપ્રાયો નો પ્રત્યુતર સભ્ય ભાષા સાથે અપાય. આપની એટલે કે ગુણવંતભાઇ ના વાંચકની આ commentથી ઉર્વીશભાઇ નુ ઓછુ દેખાયુ કે ગુણવંતભાઇનું તે જ સમજી શકાતું નથી.
ઘણા સમયથી શ્રીમાન સુસેન દેસાઇ અને ઉર્વીશભાઇના વિચારો આ મુદ્દા ને લઇ ને અલગ અલગ પાત્રો વિશે ની તેમની વિચારધારા પ્રગટ કરતા રહ્યા. તેમની એકબિજાના અભિપ્રાયો અંગે પ્રત્યુતર આપવાની રીત ગમી. એકબીજા સાથે અસંમત હોવા છંતા જે સભ્યતા સાથે તેમણે પોતાનો મત સમજાવવા પ્રત્યન કર્યો તે સમજવા જેવો તથા ગ્રહણ કરવા યોગ્ય હતો. સુસેનભાઇ નુ ઉર્વિશભાઇ અંગે નુ એક observation ગમ્યું - Mr. kothari is the best critic કંઇક આવી જ લાગણી મને ઓશો ને સાંભળી ને થઇ હતી.
મેં જેટલા ગુણવંતભાઇ ને વાંચ્યા છે તેટલા ઉર્વીશભાઇ ને નથી વાંચ્યા તેમછંતા તેમને ઉઠાવેલા પ્રશ્નો ચોક્કસ વિચારવા યોગ્ય છે.ગુણવંતભાઇને વાંચીને થયેલા અહોભાવ થી કે લાગણીથી સત્ય તરફ આંખ મિચામણા ન થઇ શકે.
કલ્પેશ સથવારા
It is the perspective with which you see things. Let me give example from Gunvantbhai's article and Urvish bhai's comment there after to explain myself.
ReplyDeleteWhen I read about Muslim daughter in law of Gunvantbhai, the thought that came to my mind was " here is a person who behaves as he believes". My respect for him doubled. And for same thing Urvishbhai asked 'what was the need for personal example' and than the word 'kayar' that he has used for Gunvantbhai is certainly not written in a very healthy manner (point to be noted kalpeshbhai).
Urvishbhai, if you would have been objective and just you would also have asked bloggers if they want PDF of Gunvantbhai's article/answer along with of Mr. Ramesh kothari's pdf. Why only one sided information???? I think some introspection may help.....
Bhavya Mankodi
@bhavya:1.I haven't used word 'Kayar' for GS. From where did u quote it?
ReplyDelete2.what's your take on GS when he refers to Tista as "Tistabegum'? Interested in knowing what happens to your respect which gets double on knowing about his Muslim daughter-in-law. Just imagine, had his daughter married to a muslim, would he call her 'begum'?
3. GS's son marrying a Muslim girl can't be testimony to objectivity of GS's views. how it can be?
4. I'm not here to be "objective". I have questions to ask and point of view to present after constant bombardment of GS in his DB & chitralekha columns. You fail to note that I could put Rameshbhai's piece on my blog too. In stead of doing that, I kept it optional, only for those interested in knowing more on my point of view.
you're right when u say it's all about perspective.
Thanks kalpeshbhai and all friends for agreeing/ disagreeing.
Absolutely Right Bhavyaben, It is our perspective with which we see things. But for getting the truth we have to be free form any kind of sentiment and prejudice.Let us leave the issue of Mr.Gunvant Shah.Do you agree with the justification of the fake encounter of sorabuddin?
ReplyDeleteજનતા માટે કુવો ખોદાવવો સારી બાબત છે પરંતુ ચુંટણી ટાણે કુવો ખોદાવવામાં હેતુફેર થઇ જાય છે.જ્યારે કોઇપણ કાર્ય ની પાછળનો શુભ આશય બદલાઇ જાય છે ત્યારે કાર્ય ની ગરીમા મટી જાય છે. સોરાબુદ્દીન ના એન્કાઉંટર પાછળ ના ગુજરાત પોલિસના ઇરાદા ઉગાડા પડી ગયા છે.સોરાબુદ્દીનનો અફસોસ નથી પરંતુ જે મલીન ઇરાદા સાથે એંકાઉંટર થયુ છે તેમાં વર્તમાન સરકારની POTA Ordinance પાછળ ની અદ્રશય વિચારધારા દ્રષ્ટીગોચર થાય છે.વળી ઉપરથી મુખ્યમંત્રી એ તો આ એંકાઉંટર મંડલી ઉપર વધારે સખ્ત થવું જોઇએ કારણકે આ દુષ્ક્રુત્ય તેમને બચાવવાના નામ ઉપર થયેલુ છે.
ખુદા થઇને તું શી રીતે સાંખી શકીશ
લોકો તુજ નામ પર ભીખ માંગ્યા કરે.
BJP આ મુદ્દામાં ગુજરાત પોલિસનો બચાવ કરીને શંકાના દાયરામાં આવી ગયુ છે. સાક્ષરશ્રી ગુણવંતભાઇ ગુજરાતના એક પ્રતિભાસંપન્ન અને આદરણીય લેખક છે.He has a remarkable influence on the readers of Gujarat. આવા વિવાદાસ્પદ મુદ્દામાં તેમના અભિપ્રાયો વધુ જવાબદારી ભર્યા હોય તેવું ગુજરાતની સુજ્ઞ વાંચકો ઇચ્છે.ઉર્વિશભાઇના મોદી પૂર્વગ્રહ વિશે કંઇ નહી કહું તેનો ખુલાસો ઉર્વિશભાઇ જ આપશે પરંતુ જ્યાં સુધી એંકાઉંટરને લાગે વળગે છે ત્યાં સુધી તેને કોઇપણ સંજોગોમાં અનિવાર્ય અનિષ્ટ તરીકે ખપાવી Justify કરી શકાય નહી.
when you write something about anybody.. in public you owe the answer for the same...
ReplyDeleteany how now i know that you dont have answer so you are finding ways to avoid it.
tamarojavab etloj vevlo lage jetlo tamne GS no moraribapu ne aekant ma javab aapva ma tamne lage..
bhai anonymous... gujarat's developement is on the bed of death of minorities????
minorties died in riots all over india and even majority people also died.
spliting citizens in minority and majorityon basis of religion itself is anti secularism.
secular means no differences on basis of religion....
some people are like cock who crows and think that sun has come up to listen their crows but that is not the fact so its good to let them do crock e litle do.... crock e little do as world doesnt look at it...
પ્રિય બ્લોગ બિરાદરો,
ReplyDeleteનિરીક્ષકના માધ્યમથી ઉર્વીશભાઈએ જે કેટલાક પ્રશ્નો મૂકી આપ્યા છે તેના જવાબ માત્ર ગુણવંતભાઈ પાસેથી મળશે તો ગુજરાતની સ્વર્ણિમ સેવા થઇ ગણાશે. આ આટલું લખ્યું તે કંઈ ગુણવંતભાઈનો નહિ, તેમની ચોક્કસ દિશામાં ફંટાયેલી વિચારધારાનો વિરોધ કરવા માટે. વિચારધારા ફંટાય તો શું થાય તે ગુજરાત અગાઉ અનુભવી ચૂક્યું છે. 'વિચારધારા' નામના મેગેઝીનનો વાવટો સંકેલી લેવો પડે અને તંત્રીએ જ્યાંથી આવ્યા હતા તે મુંબઈમાં પાછું જવું પડે. ભલેને લવાજમ મુખ્યમંત્રીએ કેમ ન ભર્યું હોય ? આવું કંઇક ગુણવંતભાઈ સાથે ના થાય એટલા પુરતો આ મારો 'ટહુકો' છે.
બીજું અગત્યનું તે કોઈની ઓળખાણ આપવામાં ધર્મ - જ્ઞાતિનો ઉલ્લેખ કરવો તે. આ એક ખતરનાક ખેલ છે. એનાથી જેટલા બચીએ તેટલું આપણા સહુના લાભમાં છે. ગુણવંતભાઈની ૨૫ - ૩૦ - ૩૫ વર્ષની પુત્રવધૂમાં કંઇક ગુણો - આવડત પડેલા હશે. તેની એક ઓળખાણ તેના મા - બાપ - ભાઈ - બહેન કે પરિવાર થકી પણ હશે. તેનું ભણતર કે નોકરી - વ્યવસાયના હોદ્દાની પણ એક ઓળખ હોય. આ સઘળું બાજુ પર હડસેલીને - માત્ર 'મુસ્લિમ પુત્રવધૂ' એવી ઓળખાણ આપવી કેટલું વાજબી છે એ પણ 'વિચારોના વૃન્દાવનમાં' લખનારે વિચારવું રહ્યું. જેવી ઓળખ તેઓ લખીને આપે છે તેવી ઓળખ રૂબરૂમાં આપશે ખરા ? ક્યારેય આપી છે ? આવતીકાલનો સૂરજ ઉગે અને આ 'મુસ્લિમ પુત્રવધૂ' લેખક - કોલમવીર બની લખશે કે 'મારા હિંદુ પાટીદાર સસરા' તો એ ઓળખ ગુણવંતભાઈને ગમશે ખરી ? હવે પછીનું 'વિચારોના વૃન્દાવનમાં' લખતા પહેલા કમ સે કમ આટલું વિચારવા વિનંતી.
બિનીત મોદી (અમદાવાદ)
મોબાઈલ : 9824 656 979
E-mail: binitmodi@gmail.com
@mr.desai: i can understand your frustration which reflects in your latest comment. On your repetitive insistence, here's the latest disgrace your fav. leader has brought: More than dozen top police officers in jail for serious offences & home minister, who's supposed to be the 'chief operator' of CM, underground. Now come on. don't argue that this isn't disgrace.
ReplyDeleteand your concluding lines guide me how to treat your comments. thanks for that
Frustration of BJP hierarchy has reached at height. After 2002 and even in 2010 even after 15+ IPS Officers behind the bar, advising medical experts to mistreat minority patients. Bravo to a surgeon who declined due to medico-religiousity ethics inherited after conferring Medical Degree and honorable Practice.
ReplyDeleteગુણવંત શાહ સેકયુરલિઝમના નામે હિંદુત્વ કાં તો ભાજપ કાં નરેન્દ્ર મોદીની વકાલત કરે છે, એ સ્પષ્ટ છે.
ReplyDeleteI have always noticed Mr.Gunvant Shah using the terms "Muslim guys, Hindu guys' in their columns. It shows how 'secular' he is. I totally dont understand him.
ReplyDelete@Urvish bhai, thanks for this amazing article.
@Faysal Bakili, thanks for forwarding this to me.
These are the same question ANY secular Gujarati asked to himself after reading Gunvant Shah's original article in Divya Bhaskar.
Infact the answer of Kamini Jayswal was pretty good but the way Mr.Gunvant Shah tried to advocate his theories with "Muslim Putravadhu" and all....believe me - he has lost his brains!
About the curropt officers - according to a friend...if the deal with a PI went well - they wouldnt have gone behind the bars!
So let me say this - justice is there....GOD does it in such cases!
Jay hind!
Masud Vorajee [ Surat ]
Bravo Urvishbapu....,
ReplyDeleteYou have truly understood the responsibilities of a journalist, a writer, an Indian and above all a human being...I have been reading a series of gobbles by few M.F.(sorry)like Gunavant Shah and disappointed but after reading you i realised that someone is there to speak from my party of human being...GOD BLESS YOU...KEEP IT UP....
vah kya bat he ------lekhak dhare to kadach loko ne germarge pan dori sake6e....mane gunava bhai na lakhan mathi tame kadhela muda bahu gamya...ane tamari vat mane khari lagi....
ReplyDeleteઉર્વિશ કોઠારી,
ReplyDeleteપ્લીસ મને પણ પીડીએફ મોકલી આપજો...
અમને તમારી વાત વધારે સાચી લાગે છે...
ભવ્ય માંકડે લખ્યું ''હાથી જલત હે અપની ધૂન મેં કૂતર ભુકત વકી ભુકવા દે'' તો જયારે કામિની જયસ્વાલનો પ્રત્યુત્તર ગુણવંતશાહે આપ્યો ત્યારે તમારા હાથીને શું થયું હતું ?? !!! હાથી પાગલ થયો હતો ? જોકે ગુણવંતભાઈના કિસ્સામાં હાથી પાગલ ના થાય પણ હાથી અગાઉથી જ પાગલ છે છે એવું સાબિત થાય.
ReplyDeleteપ્રિય ઉર્વીશભાઇ,
ReplyDeleteનિરીક્ષક જેવું પ્રતિષ્ઠિત મૅગેઝિન તમારા બ્લોગ ઉપર આવેલ પ્રતિભાવ પ્રસિધ્ધ કરે એ જરા ‘વધુ પડતું’ લાગે છે. બીજી વાત નિરીક્ષક માં તમારા લેખના પ્રતિભાવરૂપે મેં મારો લેખ મોકલ્યો અને તે પ્રસિધ્ધ પણ થયો છે. પરંતું દુ:ખદ આશ્ચર્ય એ છે કે સંપાદકે કયાંક એમાં વધારે પડતી કાપકુપ કરીને મને અન્યાય કર્યો છે. ખેર, In short આ રીતે નિરીક્ષકનું standard પણ યુધિષ્ઠિરના રથની માફક એક વેંત નીચું ઉતર્યુ છે. નિરીક્ષકનાં વાંચકો તમારા લેખનો પ્રતિભાવ આપે એ ઇચ્છનીય છે. પરંતું તમે તમારા ભક્તો પાસે ગમે તેવી ભાષામાં જે-તે લખાવો અને એ વળી નિરીક્ષકમાં પણ છપાય એ એટલું જ સુચવે છે કે ક્યાંક “તમારી અને નિરીક્ષકની મીલીભગત” છે. Any way લગે રહો ઉર્વીશભાઇ ! well, આ સાથે નિરીક્ષકમાં પ્રસિધ્ધ થયેલ મારો પ્રતિભાવ મૂળ script સાથે પ્રસ્તુત કરું છું. જે આપના મિત્રો અને ભક્તો જરૂર વાંચશે.
ઉર્વીશિયમ .... એટલે કે ‘નિરીક્ષક’માં પ્રગટ થતું ઉર્વીશ કોઠારીનું લખાણ હવે ઉ.કો. નો ગુણવંત શાહ પ્રત્યેનો ઉકળાટ જ હોય એવું લાગ્યા કરે છે ! એની વે... લગે રહો ઉર્વીશભાઇ, પણ મારે એટલું જ પૂછવું છે કે, જો સોહરાબુદ્દીન નું એન્કાઉન્ટર એ ગુંડો હતો એ કારણથી થયું હોય તો તમને એ કબૂલ હતું ?
ગુણવંતભાઇને કાયદામાં શ્રધ્ધા છે એટલે કહે છે કે “કાયદો કાયદાનું કામ કરશે”. આ વિધાનમાં પણ તમને દોષ દેખાય છે ? ઉર્વીશભાઇ, મુંબઇમાં, મહારાષ્ટ્રમાં અને બીજે અસંખ્ય એન્કાઉન્ટર થયાં તો પણ સીબીઆઇના પેટનું પાણી હલ્યાના સમાચાર કોઇએ સાંભળ્યા હોય એવું લાગ્યું નથી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં જ કેમ બધા સફાળા જાગ્યા? એનું રહસ્ય કહેશો સોહરાબુદ્દીન ભલે મોદીની હત્યા માટે ન ગયો હોય તેથી એ ગુંડો/ગુનેગાર ન હતો એવું કેમ કહી શકાય? કૌસરબી- તુલસી એન્કાઉન્ટર વિશે ગુણવંતભાઇએ બોલવું જ રહ્યું એવું કોણે કહ્યું? ગુણવંતભાઇ તો કહે જ છે કે “કાયદો કાયદાનું કામ કરશે જ” હવે આથી વધુ તમારે શું બોલાવવું છે ?
ગુણવંતભાઇએ દસ્તાવેજી આધાર સાથે તીસ્તાજીના જુઠાણાને ખુલ્લું પાડ્યું એ વિશે તમે હરફ સુધ્ધાં ના ઉચ્ચાર્યો ? કામિનીબહેને ગુણવંતભાઇના લખાણમાં કોમવાદી રંગ જોયો તેના બચાવમાં ગુણવંતભાઇએ પોતાના પરિવારની સેક્યુલર આબોહવાનો ઉલ્લેખ કર્યો તેમાં શું ખોટું કર્યું?
શ્રીમાન ઉર્વીશજી, ઘણા સમયથી તમને વાંચતાં બીટવીન ધ લાઇન્સ ... જે ઉર્વીશ પ્રગટ થાય છે તેમાં ક્યાંક પ્રશ્નોના સમાધાનને બદલે તમારો બીજો કોઇ આશય હોય એવું લાગે છે !
તમે અને હું... તીસ્તાબહેનને... આપણે એટલું જ પૂછીએ કે મુંબઇમાં તમને બધા જ એન્કાઉન્ટર્સ વાજબી લાગ્યાં? એ અંગે તમે શું કર્યું? ઉર્વીશભાઇ, સત્યને શોધવાનું અઘરું છે. અશક્ય નથી.... સત્યને તો આપોઆપ પ્રગટ થવાની ટેવ હોય છે. ક્યારેક તો થશે જ. Let’s listen to our Conscience first.
ઉર્વીશભાઇ તમે હવે આ બધી માથાકુટમાં પડ્યા વગર સૅક્યુલર મુરબ્બો (ગુણવંત શાહ) જેવું એક ઉમદા પુસ્તક ગુજરાતને અર્પણ કરો એવી આશા. તમારી સર્જકતા જો વિધેયાત્મક બનશે તો અમારા જેવા નવી પેઢીના વાંચકોને ઘણો લાભ થશે.
આભાર
ભાઇ શ્રી અજિતભાઇ,
ReplyDeleteતમારી બળતરા તમને મુબારક. કારણ કે તમને બળતરા થવાનું કારણ સ્વયંસ્પષ્ટ છે. એનો મારે કશો જવાબ આપવાનો ન હોય.
એક વાત કહું? ‘શ્રીમાન ઉર્વીશજી’ જેવા પ્રયોગો વાપરવાથી સૌજન્ય, સૌહાર્દ કે સદ્ભાવ નહીં, પણ મનમાં દબાવી રાખેલો છતાં સપાટી પર આવી જતો ભાવ પ્રગટ થઇ જાય છે. એને જરા વધારે કાળજીપૂર્વક દબાવી રાખશો?
અને હા, મને સવાલો પૂછતાં પહેલાં મેં પૂછેલા સવાલોના જવાબની વાત કરો. મારા સવાલો ફરી અને ગુણવંતભાઇ પ્રત્યેનો અહોભાવ દૂર રાખીને વાંચશો, તો તમને થશે કે તમે પણ મારૂં વાંચ્યા-સમજ્યા વિના ફક્ત તમારે જે ઝૂડવું હતું તે જ ઝૂડ્યે રાખ્યું છે.
કાયદો કાયદાનું કામ કરે એવું ગુણવંતભાઇ ઇચ્છતા હોય તો એક સબજ્યુડીસ મેટર વિશે વારંવાર હકીકતોથી અવળી દિશામાં લોકલાગણી ઉભી કરવા માટે ગુણવંતભાઇ શા માટે લખે છે? કાયદો કાયદાનું કામ કરી લે ત્યાં સુધી રાહ જોવાતી નથી?
‘સત્યને આપોઆપ પ્રગટ થવાની ટેવ હોય છે’ એવાં સૂત્રાત્મક વાક્યો લખીને અત્યાર સુધી ગુણવંતભાઇ સ્પષ્ટ અને સીધા જવાબ આપવાનું ટાળતા હતા. હવે તમે પણ?
મારાં પુસ્તકોઃ (જાણ માટે)
નોખા ચીલે નવસર્જન (ગુજરાતમાં દલિતો માટે સક્રિય સંસ્થા નવસર્જનની ૧૨ વર્ષની કામગીરીનો દસ્તાવેજ)
સરદારઃ સાચો માણસ, સાચી વાત (સરદાર પટેલના જીવનનાં વિવિધ પાસાંનું પૃથક્કરણ કરતા લેખો)
બત્રીસે કોઠે હાસ્ય (૩૪ હાસ્યનિબંધો)
Pls Send me PDF.
ReplyDeleteEmail : kaushik2206@gmail.com
Thanks
ઉર્વીશભાઇ, 'સેક્યુલર મુરબ્બો' જેવું પુસ્તક લખો, એના કરતાં આવું પુસ્તક ન લખો તો વાચકોની મોટી સેવા થયેલી ગણાશે. અજિતભાઇ જેવાનો બહુ આગ્રહ હોય અને 'નવી પેઢીના વાચકોને લાભ કરાવવાની' ઇચ્છા હોય, તો 'કેરીનો મુરબ્બો' વિષય પર લખશો.કેમ કે આ વિષય હજી ગુજરાતી સાહિત્યમાં ખાસ ખેડાણ થયું નથી. (અને ગુણવંતભાઇની હાલની મનોસ્થિતિ જોતાં તેઓ હવે આવા વિષયને પકડે એવી શક્યતા જણાતી નથી.)
ReplyDeleteઆ તો જસ્ટ જાણ માટે - અજિતભાઇની આ સ્ક્રીપ્ટને નીરિક્ષકમાં પ્રસિદ્ધ થયેલા તેમના લખાણ સાથે સરખાવી જોઇ ,કેમ કે તેમાં તેમને 'વધારે પડતી કાપકૂપ' અને 'અન્યાય' થયેલો લાગ્યો છે. એક 'મીલી ભગત' વાળી કમેન્ટ અને છેલ્લી બે લીટીને બાદ કરતાં આખું લખાણ યથાતથ મૂકાયું છે.
ReplyDeleteઆટલું કરવાથી નીરિક્ષકનો રથ 'વેંત નીચો'આવી જતો હોય,તો એ માપદંડ અનુસાર ગુણવંતભાઇનો રથ તો પાતાળલોકમાં ફરતો હોવો જોઇએ. (સોરી,એથી નીચેના લોક વિષે મને ખ્યાલ નથી.)
બાકી 'શ્રીમાન એનોનિમસજી'નું 'કેરીના મુરબ્બા' વાળું સૂચન વિચારવા જેવું ખરું.
ઉર્વીશભાઈ, આપના પ્રશ્નો વાંચીને ગુણવંતભાઈના ઉત્તરો જાણવાનો ઉત્સાહ દિવસે ને દિવસે વધતો જાય છે પણ અત્યાર સુધી એમના વતી ઉત્તરો મળ્યા નથી આખરે કંટાળીને એમના બ્લોગનું સરનામું મેળવી એમના બ્લોગમાં શોધાશોધ કરી.... પણ ત્યાંતો કાગડા ઉડે છે પણ ઉત્તરો મળ્યા નથી. આ ગુણવંતભાઈ ખરેખર જવાબ આપશે ? તમને શું લાગે છે ?...
ReplyDelete@ અજીત ભાઈ ,
ReplyDeleteબઉ જબરું...જબરું લખો છો હોં ....તમે તો ..અજીત ભાઈ ......તમારા આવા ગાંડા.. ઘેલા.... બખાળા માં બી બઉ ગમ્મત પડે છે..એક વાત ધ્યાન રાખજો મારા ભાઈ, ....ભવ્યા મંકોડી કે તમે ગુણવંત શાહ ના જરૂર " ભક્ત " હશો પણ અમે ઉર્વીશ કોઠારીના નહિ પરંતુ તેમની સશક્ત કલમના આંધળા ભક્ત છીએ તેમની કલમમાંથી ટપકતી સચ્ચાઈ જ આપ જેવાઓને અને ઘણા દંભી ગુજરાતી લેખકોને વિહવળ કરી મુકવા માટે પુરતી છે, કમનસીબે આપ બધું સમજો છો તો પણ જાતે તમાચા મારી ને ગાલ લાલ રાખો છો. " નિરિક્ષક " માં ઋતુલ જોશી, બ્રિન્દા, રૂપેન પટેલ, વિશાલ પાટડિયા, રાજ ગોસ્વામી, બિનીત મોદી, મેહુલ મકવાણા, અને સુરતા મેહતા .. આ બધાની કોમેન્ટ્સ પણ એક વાર વાંચી લેજો , ખબર પડી જશે કે કોણ કોના ભક્ત છે, ખાસ કરીને સુરતા મેહતાની કોમેન્ટ બે વાર વાંચજો.
urvishbhai mare tamne ae kahevanu rahe ke jyare koi pan manush lakhto hoy ae secularism par lakhta hoy tyare.hu janu chu tya sudhi manav no nature j aevo che ke ae ek baju dhadi j pade.ae ek sanatan satya che.tethi gunvantbhai ae je lakhyu te aemna mujab lakhyu che.ane aemno vachak varg pan vishad che.ane ha sohhrabuddhin case ma Shohrabudhin ne maryo policevada ae tht is fine parantu aeni wife ne khoti rite marvama avi ae yogya nahotu.
ReplyDeleteane ha Gujarat kaho ke India kaho samaj na mate,samaj ni garibi mate,aaje samaj ma ketlay prashno upasthit che,sadagta prashno che,to apde sha mate aena par na vichariae.ava shohrabudhhin jeva case ma dimag bagadva karta biju kaik karvu saru...
એક ગુનાહિત ભુતકાળ ધરાવનારનાં મૃત્યુ પાછળ આટલો બધો બૌધ્ધિક અને રાજકીય કકળાટ કરવા પાછળ એ બંનેનાં જમાતોનાં કોઈને કોઈ ધરબાયેલા હિતો છે. જો કદાચ ગુણવંતભાઈનાં હિતો હશે તો ઊર્વીશભાઈનાં પણ કદાચ હોય શકે છે.
ReplyDeleteઆટલો જ રસ જો સી. બી. આઈ. અને રાજકીય પક્ષો એ માત્ર ભ્રષ્ટાચાર ને કડક હાથે ડામવા માટે ખરેખર લીધો હોત તો ભારતનું ચિત્ર આજે જુદુ હોત. સુપ્રીમ કોર્ટે સામાન્ય માણસને ઝડપી ન્યાય અપાવવા પાછળ જો રસ દાખવ્યો હોત તો ભારતની જનતા દુઆ દેતી હોત.
ઈતિહાસ ગવાહ છે કે ભારતને ક્યારેય રાજકીય દગાબાજોની ખોટ વર્તાઈ નથી એ પછી રાણા પ્રતાપ હોય કે સિરાજુ દૌલા બંને ને દગાબાજો એ જ હરાવ્યા અને પછીનો ઈતિહાસ ભારત જાણે છે. ગુલામીનો ૩૦૦૦ વર્ષનો ઈતિહાસ કહે છે કે આપણી બૌધ્ધિક જમીન જ બહું જ કાચી છે જેમાં માત્ર કલમબાજો પેદા થાય છે પણ બાહુબલિઓ નથી પેદા થતાં.
માનીલો કે આ કવાયત પછી જો ભાજપ, ન. મો., શાહ અને પોલીસ અધિકારીઓ ને કોર્ટ દોષી માને અને તેમની કારકિર્દીનો અંત આવે તો તે પછીનું ગુજરાત શું આટલી જ પ્રગતિ કરી શકશે? જો આ ધટના પછી કોઈ જ ગુનેગારો ને એન્કાઊન્ટરનો ડર ન રહે તો શું માત્ર ભારતીય ન્યાય-પ્રણાલી એ બધાં જ ગુનેગારોથી ભારતની જનતાને બચાવી શકશે?
દરેક બાબતમાં ન્યાય- અન્યાયનો વિચાર કર્યા કરનાર પ્રજા ક્યારેય વિજયી પ્રજા ન બની શકે. જો સરદારે આવી રીતે જ ન્યાય- અન્યાયનો વિચાર કરી ને રજવાડાંઓ સાથે વાટાઘાટો કરી હોત તો ભારતને બીજા ૩ - ૪ કાશ્મીર તો મળયા જ હોત તેવું ખાત્રી પુર્વક કહી શકાય. એક અન્યાય કરી ને પણ જો હજારો બીજા અન્યાય અથવા મોત દબાવી શકાતાં હોય તો તે અન્યાય અન્યાય નથી રહેતો. કાશ્મીરનો પ્રશ્ન જો સરદારને અપાયો હોતતો ભારતનાં આટલાં જવાનો અને નિર્દોષોનાં મૃત્યું ન થયાં હોત.
તેનાં બદલે નહેરુ એ દુનિયા સમક્ષ ન્યાય ન્યાયની ગુહારો લગાવી. શું મળ્યું? ત્રણ યુધ્ધો અને કાયમી આતંકવાદ. રાજકીય પરીપેક્ષ્યમાં દરેક ધટનાં ને ન્યાય અન્યાયથી તોલાતો નથી કારણ કે ઈતિહાસ વીરોનો હોય છે ન્યાયધીશોનો નહિ.
ગુજરાતનો ઈતિહાસ કરવટ લઈ રહ્યો છે. અને જ્યારે ઈતિહાસ કરવટ લે છે ત્યારે સામાન્ય જનતા બહું મોટાં બલિદાનો આપવા પડતાં હોય છે અને એ બધાં જ નિર્દોષ હોય છે.
માનીલો કે આ કવાયત પછી જો ભાજપ, ન. મો., શાહ અને પોલીસ અધિકારીઓ ને કોર્ટ દોષી માને અને તેમની કારકિર્દીનો અંત આવે તો તે પછીનું ગુજરાત શું આટલી જ પ્રગતિ કરી શકશે? જો આ ધટના પછી કોઈ જ ગુનેગારો ને એન્કાઊન્ટરનો ડર ન રહે તો ભારતીય ન્યાય-વ્યવસ્થા શું એ બધાં જ ગુનેગારોથી ભારતની જનતાને બચાવી શકાશે?
હા!હા!હા! બાહુબલિઓ નહીં, કલમબાજો જ પેદા થાય છે અને એ પણ નામ વગર કમેન્ટ કરે એવા!
ReplyDeleteurvish,
ReplyDeletewhats ur wish? do u favour sending NAMO & shah in jail for killing ur innocent soha?
hope u answer me
@alkesh: either u don't read gujarati or u don't want to understand. what's the point then?
ReplyDeleteI can understand you are trying to bring out truth but I am not asking whats truth, you, me and all understands that neither Congress nor BJP minister are clean.
ReplyDeleteI am asking do you WISH to remove Narendra modi for such silly reason ignoring good things he has done?
does not mr g shah has the right to misuse his own thinking ability for his selfish goals? does he not have a right to select his own value syatem?
ReplyDeleteI would love to read that pdf Urvishbhai. Please mail it to me on vistasphodiwala@gmail.com
ReplyDeleteNice Point of View. All Questions you arise is worth answering.
ReplyDeleteઉર્વીશભાઈ મને પીડીએફ મોકલી આપશો.
thesisbinding@gmail.com
sir,
ReplyDeleteplz send me the pdf.
regards
prashant.(prashant_trivedi90@yahoo.com)
આપની જુની પોસ્ટ પર કોમેન્ટ કરી, (ફેઈસબુક પરના રેફરન્સથી અહીં આવી ચડ્યો) મારા વિચારોમાં સ્પષ્ટ થવાનો પ્રયત્ન કરું છું. જાહેરજીવનમાં પડેલ વ્યક્તિઓએ (કોલમરાઈટર્સને હું આ કક્ષામાં મુકું છું) તટસ્થ રહેવું જોઈએ એમ હું ચોક્કસ માનું છું. સમાજને જ્યારે કશુંક આપવાનું હોય ત્યારે એ પોઝીટીવ સ્ટ્રોક હોવો જોઈએ એમ નથી લાગતું ? નકારાત્મક સવાલો ઉઠે છે, ઉઠવા જોઈએ, એ સ્વભાવિક છે, પણ જ્યારે રજુઆતનો સવાલ આવે ત્યારે તેને સકારાત્મક સ્વરુપે, નકારાત્મકતાને હાઈલાઈટ કર્યા વગર લખવું જોઈએ એમ નથી લાગતું ? બહુ પહેલાં મેં એક પોસ્ટ ‘નેગેટીવીટી – એક પ્રસિધ્ધિની સીડી’ (http://bestbonding.wordpress.com/2013/01/20/negativity) લખી હતી, એમાં પણ આવી જ વ્યથા રજુ કરી હતી. હમણાં પાકીસ્તાનના વડાને આમંત્રણ આપવું જોઈએ કે નહીં તેના પર બે દિવસ ચર્ચા ચાલી, તેમણે ૨૬ સેકન્ડ હેન્ડશેઈક કર્યા તે શું દર્શાવે છે, એની ચર્ચાઓ ચાલી. શું આટલા મોટા દેશમાં કોઈ સકારાત્મક બનાવો બન્યા જ નહીં હોય ? લોકો પ્રેરણા મેળવી શકે એવા કોઈ પ્રસંગ બન્યા જ નહીં હોય ? સૌના દ્રષ્ટિકોણ અલગ હોય શકે પણ જાહેરમાં રજુ થાય ત્યારે સકારાત્મક રીતે રજુ ન થઈ શકે ? પ્રતિભાવ મળશે તો આનંદ થશે.
ReplyDeleteUrvishbhai, Send me pdf.
ReplyDeleteNice
ReplyDelete