લીલી કેરી અને કેસરી કેરીને એકસરખા ખટાકાથી કાપતા આ સુડાને બીજું શું કહીશું?
સુડો એટલે નિબંધની ભાષામાં કહીએ તો કેરીની સીઝનનો છડીદાર. ઘરમાં બે પેઢી જૂના સૂડા પર જીન બાઝેલી કેરીના એકસરખા ટુકડા કરવામાં મોટા થયાનો અહેસાસ થતો હતો. આંગળી કાપી નાખે હિંસક અસ્ત્ર વડે ફક્ત કેરી કાપવાની કળામાં ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવું ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન કરતાં વધારે અઘરું ને વધારે વાસ્તવિક હતું. ગળ્યા અને ખાટા મેથિયા માટે છાલ-ગોટલા સહિતની રાજાપુરી કેરી કાપતી વખતે વચમાં 'કટકી' મળે એ ઇન્સેન્ટીવ મુખ્ય રહેતો હતો.
એક રૂમમાં કે અગાસી પર કેરીઓના ગિલોટીન શો દીસતો (!) સૂડો, તેની બહાર પથરાયેલી એકાદ જૂની સાડી, તેની પર ફેલાયેલી ચીરીયાંની હારમાળા, એની સાથે જ મનમાં ઉગતી કેરી પર ચડેલા મીઠાના પાણીની ખટાશયુક્ત સુગંધ... આ બધું કેવળ ભૂતકાળ કે નોસ્ટાલ્જિયા નથી એનો આનંદ છે.
વાહ...ઉર્વીશભાઈ.
ReplyDeleteક્યા બાત હૈ ઉર્વીશભાઈ!
ReplyDeleteI loved the analogy of green/orange keri treated same by sudo and all people being treated equally by guillotine! Would love to read you extend the concept.
ReplyDeleteShachi
વાહ ઉર્વીશભાઈ... કટકીની આદત આપણને બાળપણથી મળેલી ભેંટ છે જે આગળ જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
ReplyDeleteઅથાણાની ખરીદેલી કેરીઓ હવે સૂડા વડે બજારમાં જ કટકા કરી આપવામાં આવે છે. અને એ કાપી આપવાનો ભાવ બોર્ડ પર લખેલો હોય છે, જેમ કે ' કેરી-એક કિલોના ત્રણ રૂપીયા.' આ બોર્ડ વાંચ્યા પછી એક મિત્રે બહુ આત્મવિશ્વાસપૂર્વક કેરીના વધી રહેલા ભાવની ચર્ચામાં ઝૂકાવતાં કહેલું, " અરે, ભાવ કિધર બઢા હૈ? ખંડેરાવ માર્કેટ પે તો કેરી તીન તીન રૂપીયેમેં મિલતી હૈ. ઔર વો ભી કાટ કાટ કે!" બસ, ત્યાર પછી એ ચર્ચા અકાળે ત્યાં જ સમેટાઇ ગઇ. અને એ મિત્રની ઓળખ બની ગઇ 'કાટ કાટ કે.'
ReplyDeleteવાહ! શું મસ્ત હેડીંગ આપ્યું છે! સુડા વડે કેરી કાપવી એ રસપ્રદ અને રોમાંચક અનુભવ છે. હું સયુંકત કુટુંબમાં રહ્યો છું એટલે કેરીનું અથાણું થતું હોય ત્યારે શું માહોલ હોય એ મને ખબર છે. ૨-૪ મણ કેરી એક સાથે લેવાઈ હોય. નોર્મંડી પર આક્રમણ કરવા મિત્ર રાષ્ટ્રો તૈયારી કરતા હોય એવી તૈયારી થાય. બપોર વચ્ચે બધા તોફાની છોકરાવ સુઈ જાય પછી એકથી વધુ સુડાઓ લઇ મહિલા મંડળ કેરી કટિંગ શરુ કરે. અથાણું અને બીજી વાનગીઓ બની જાય ત્યાં સુધી એ યુદ્ધ જેવો માહોલ રહે!
ReplyDelete---
કેરી માંથી મુરરબો બને અને જો એમાં આવો સેક્યુલર સુડો વપરાયો હોય તો તેમાંથી બનતા મુરરબાને શું કહેવાય? - અરે જવાબ છે: સેક્યુલર મુરરબો!!
નોંધ- મુરરબો ખોટું લખાયું છે, પણ બીજી કોઈ રીતે હું લખી શક્યો નહિ માટે ભૂલ ચૂક સુધારી વાંચશો!
ReplyDeleteભાઇ લલિત, ચિંતા ન કરશો. સમજુ વાચકો કોલમિસ્ટોનું અને મુરબ્બાકારોનું ખોટું લખેલું સુધારીને વાંચવા ટેવાઇ ગયેલા છે.
ReplyDelete'સેક્યુલર મુરબ્બા'ની ચર્ચા કરવી નહિ. યુવાન વયે ડાયાબીટીસ થઇ જશે. મુરબ્બો ખાવાથી કંઈ નહિ થાય તેની ખાતરી.
ReplyDeleteબિનીત મોદી (અમદાવાદ)