આ જાહેરખબર બનાવનારને એમ હશે કે તેમણે જબરી ક્રિએટીવીટી વાપરીને તેમના હરીફ ‘મેગી’ નૂડલ્સને ફટકો મારી દીધો. જાહેરખબરની નબળી કોપીમાં એક સ્ત્રીપાત્રનું નામ મેગી હોય, એવો કારસો રચવામાં આવ્યો છે અને એવા નબળા પ્લોટના ટેકે પંચલાઇન બનાવી છેઃ ‘હવે મેગી પણ બોલી.’
કમ્પેરેટીવ એડ ના આવા નમૂના કોક-પેપ્સીમાં વર્ષોથી જાણીતા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને હિંદુસ્તાન ટાઇમ્સે પણ તેમાં કશું બાકી રાખ્યું ન હતું. દિલ્હીમાં ‘ટાઇમ્સ’ ગયું ત્યારે બેમાંથી એક છાપાએ જાહેરખબરમાં બીજા છાપાને ટોઇલેટ રોલ તરીકે બતાવ્યાનું પણ યાદ આવે છે. પુસ્તકોમાં ‘એલીસ્ટર મેકલીનથી પણ ચડિયાતું થ્રીલર’ એ પ્રકારની ટેગલાઇન જોયેલી છે.
ઉપરની જાહેરખબરમાં મૂળ બ્રાન્ડ કરતાં ‘મેગી’ શબ્દ મોટો કરવાથી, મેગીનું પત્તું કપાય કે તેની બ્રાન્ડ વધારે સ્ટ્રોંગ થાય?
Maggie e have noodles ni jagya e vaparato shabd thai gayo chhe...like Cadbury
ReplyDeleteઆ જ જાહેરખબરમાં અગાઉ 'અનિલ અને મુકેશ પણ વાપરે છે' એમ લખેલું. પછી અંદર બીજાં પરચુરણ નામ લખેલાં-જેમ કે- એક્સ, વાય ,ઝેડ બધા જ વાપરે છે.
ReplyDeleteFirst I thought It is advertise of Maggy.... What to say about Maggy... even compititor promotes maggy nowadays... :) ...
ReplyDeletethey are doing advertise of maggy !!
ReplyDeleteThe advertiser's Objective might be getting eyeball of target audience ?
ReplyDelete