ડો.પી.સી.વૈદ્યની વિગતવાર મુલાકાતના આધારે મેં લખેલો અને ૯ જુલાઇ, ૨૦૦૬ના દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિમાં પ્રગટ થયેલો ઇન્ટરવ્યુ વૈદ્યસાહેબને અંજલિ તરીકે.
એક પ્રસંગઃ ‘સ્કોપ’માં નગેન્દ્રવિજયે બ્લેકહોલ વિશે (કે સાપેક્ષવાદ વિશે?) લાંબો લેખ કર્યો ત્યારે તેમના સલાહકાર મંડળના સભ્ય બહારગામ હોવાથી, તેમણે એ લેખનું પરામર્શન વૈદ્યસાહેબ પાસે કરાવ્યું હતું, જે તેમણે યથાયોગ્ય કસોટી પછી કરી આપ્યું હતું. ‘સુગણિતમ્’ નામનું ગણિત સામયિક ચલાવતા વૈદ્યસાહેબે જ્યારે જાણ્યું કે ‘સ્કોપ’નું સરક્યુલેશન તેમના ધાર્યા કરતાં ઘણું વધારે છે, ત્યારે એ માનવા તૈયાર ન હતા કે ગુજરાતમાં વિજ્ઞાન સામયિક આટલું વેચાય!
બીજું સ્મરણઃ ફાધર વાલેસ અમદાવાદ આવ્યા ત્યારે સમારંભ પછી મિત્ર બિનીત મોદી સાથેની મુલાકાતમાં વૈદ્યસાહેબની વાત નીકળતાં, અમારા મોદી નં.૧ના ફોન પરથી ફાધરે વૈદ્યસાહેબ સાથે વાતચીત કરી હતી
More then a decade ago, Door Darshan,Ahmedabad,showed my interview with Dr. Vaidya where he had rued that though he was widely known for mathematics, Gujarat did not the real Vaidya. He was far ahead of his times and few understood the significance of his erudition.The interview was scheduled for half-an-hour but it became so engrossing that in an usual action,DDA ,especially Urvish Dave, went along and telecast it into two parts in my interview series,Halve Haiye.I pay my homage to Vaidyasaheb.
ReplyDeleteઉર્વીશ ભાઈ ,
ReplyDeleteમને જો ભૂલ ના થતી હોય તો મે તેમને મુંબઈ માં નેહરુ તારંગલ માં સાંભળ્યા છે, તેમજ પંકજ જોશી સાહેબ નો પણ લાભ લીધો છે , જેમને નજીક ના ભવિષ્ય માં નોબલે મળશે તો નવાઈ નથી ! , ખેર એમની વાત ફરી કયારે, નીચે ની લીંક પેર વૈદ્ય સાહેબ વિષે ની ફિલ્મ જોઈ શકો છો.
http://video.google.com/videoplay?docid=4382862622658562253#
-સૂર્ય
http://suryamorya.wordpress.com/