ભારત દેશમાં ચાલતાં ચાલતાં કે ચલાવતાં ચલાવતાં સેલફોન પર વાતો કરવી પડે, એટલા વ્યસ્ત બહુ ઓછા લોકો હોય છે. બાકીના, કાનમાં ભૂંગળાં લગાડીને મોટે મોટેથી વાતો કરતાં રસ્તા પર ચાલતા કે વાહન ચલાવતા લોકો હાસ્યાસ્પદ દૃશ્યો સર્જે છે.
‘આઇડીયા’ને આવો વિચિત્ર અને ભાંગફોડીયો આઇડીયા આપવાનું કેમ સૂઝ્યું એ તો પ્રણવ, જયેશ કે ભાવિન જેવા કોઇ અઘ્યારૂ કહી શકે (પ્રણવ આ બન્નેનો ભાઇ નથી), પણ રાષ્ટ્રીય એટલે કે સરકારી સંચાર સેવા બી.એસ.એન.એલ. તરફથી ‘આઇડીયા’ના કેમ્પેઇન સામે તૈયાર કરાયેલા હોર્ડિંગનો ફોટો અહીં મૂક્યો છે.
‘આઇડીયા’ના ‘વોક વ્હેન યુ ટોક’ના મારા સામે બી.એસ.એન.એલ.ના ‘નો ટોકિંગ વ્હેન વોકીંગ’નો પ્રસાર મર્યાદિત રહ્યો. હવે ‘આઇડીયા’નું કેમ્પેઇન દેખાતું નથી, પણ બી. એસ. એન. એલ. ની લાલ દરવાજા ઓફિસની બહાર, અઘુકડી બેઠેલી દીપિકા પાદુકોણની બાજુમાં, હજુ ‘નો ટોકિંગ...’નો સંદેશો વાંચવા મળે છે.
ગમે તેવા ફડાકા મારે કે જાહેરાતોમાં બેહતર સેવાઓના દાવા કરે, પરંતુ સીટી એરિયામાં સૌથી કંગાળ નેટવર્ક બી એસ એન એલ નું જ છે. સૌથી શ્રેષ્ઠ સાધનો, ટાવર્સ અને નિષ્ણાંત એન્જીનીઅરો હોવા છતાં કેમ બી એસ એન એલ નું નેટવર્ક ભંગાર છે તેનો ભેદ તો તેના સાહેબો જ જાણતાં હશે !!!!!
ReplyDeleteYour blog is good.
ReplyDelete