મન તો એવું થઇ આવે કે 'સરકારને લપડાક' પ્રકારનું મથાળું બાંધવું. પછી એમ થાય કે જવા દો. જે કામ થવા જેવું હતું તે થઇ ગયું. ખાડામાં પડે પ્રતિબંધ ને પ્રતિબંધના મૂકનારા.
જસવંતસિંઘના પુસ્તક પર ગુજરાતમાં મૂકાયેલો પ્રતિબંધ આખરે આજે કચરાટોપલી ભેગો થઇ ગયો છે. હાઇકોર્ટમાં પ્રકાશભાઇ (શાહ) અને મનીષીભાઇ (જાની) એ પ્રતિબંધ વિરુદ્ધ હાઇકોર્ટમાં રીટ કરી હતી. તેમનો મુદ્દો પુસ્તકની સામગ્રીની ખરાઇ વિશે નહીં, પણ અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય અને જાણવાના અધિકાર વિશે હતો. મુખ્ય મંત્રીએ સંભવતઃ પેટાચૂંટણીઓમાં પટેલ મતોને ધ્યાનમાં રાખીને, પૂરતી તપાસ વિના પ્રતિબંધ ફટકારવાનું જાહેરનામું બહાર પાડી દીધું. સીન એવો થયો કે પ્રતિબંધ મૂક્યા પછી અધિકારીઓ પોતે શાના માટે પ્રતિબંધ મૂક્યો છે એ શોધવા બેઠા.
એક-બે દિવસ પહેલાં હાઇકોર્ટમાં સરકારને જૂનું જાહેરનામું સુધારીને નવું મૂકવાની વાત કરી ત્યારે ફરિયાદીઓએ જણાવ્યું હતું કે અદાલતમાં પડકાર જૂના જાહેરનામાને છે. માટે અદાલતે એ જાહેરનામાના આધારે પ્રતિબંધ ઉપર જ ફેંસલો આપવો જોઇએ.
આજે અદાલતે ફેંસલો આપી દીધોઃ પ્રતિબંધ રદ.
સરકારી અધિકારીઓ પુસ્તક વાંચીને તેમાંથી વાંધાજનક ભાગો શોધવાની કસરત કરી રહ્યા છે. તેના આધારે સરકાર ફરી નવું જાહેરનામું બહાર પાડે અને ફરીથી પ્રતિબંધ ફટકારે તો?
દિનશા પટેલ રાજી થશે. બીજું શું? કારણ કે એ મહાનુભાવે પુસ્તક પર આખા દેશમાં પ્રતિબંધ મૂકવાની શરમજનક રીતે બુદ્ધિનું પ્રદર્શન કરે એવી માગણી મૂકી હતી.
બરાબર છે. સરકારની શાન ઠેકાણે લાવવી જરૂરી હતી. કોર્ટે એ કામગીરી સારી રીતે કરી.
ReplyDeleteપ્રિય ઉર્વીશ,
ReplyDeleteબે દિવસથી દિલ્હીમાં છું. અમદાવાદ છોડતી વખતે છેલ્લી ઘડીએ યાદ આવ્યું હોય તેમ ક્રોસવોર્ડની માહિતી, સરનામું સાથે લયીને નક્કી કર્યું કે જસવંતલાલનું આ પુસ્તક ખરીદવું અને વટભેર અમદાવાદ ઐરપોર્તની બહાર પગ મુકવો. હવે પ્રતિબંધ ચાલ્યો ગયો એટલે તેને ખરીદીને તને આપવાનો ચાર્મ જતો રહ્યો. ચાલો એ બહાને ગાંધીજીના ફોટાવાળા ૫૦૦ રૂપિયા બચી ગયા.
બિનીત મોદી (અમદાવાદ)
અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક ભારતીયનો હક છે, મારે શું વાંચવુ અને શું નહીં એ નક્કી કરવાનો હક જ્યારે બંધારણે આપ્યો છે, ત્યારે એ મૂળભૂત હકને આવા પ્રતિબંધોથી તોડવાનો પ્રયત્ન વ્યર્થ થયો એ યોગ્ય થયું છે, બાકી જેમાં કાંઇ વાંચવા જેવું ન હોય તેને પણ કોઇક વિવાદ સાથે જોડો એટલે વેચાણ ધમાધમ....
ReplyDeletei spent 300+ taxi fare in mumbai (n cancelled meeting frnds) just 2 get d book.
ReplyDeleteaa pratibandh hato j utavaliyo ne nakamo..pan kambakht maro right hand bandh thai jata hu lakhi na shakyo ena par ek vicharelo juda prakar no lekh...deepak soliya has written nice piece, though...right hand stiil nt out frm certain complications, underwent surgery twice, n meanwhile whole issue became dated :(
કોઈ પણ પ્રતિબંધ મૂકાતા પહેલા બધા પાસા વિચારવા જોઈએ એજ યોગ્ય છે અન્યથા પાછળ થી પાસ્તાવા સિવાય કઈ નથી.
ReplyDelete