એક દાયકા પહેલાં આવું મથાળું હોત, તો ગઝલપ્રેમીઓ મનોમન વિચારતા હોત,‘આવા કોઇ શાયરનું નામ સાંભળ્યું નથી. કોઇ નવોદિત લાગે છે.’
હવેના જમાનામાં એવી ચોખવટોની જરૂર નથી. મિત્ર પ્રણવ અઘ્યારૂએ ગૂગલની ટ્રાન્સલિટરેશન સર્વિસ તરફ ઘ્યાન દોર્યું. એ બીજી કેટલીક ભાષાઓમાં ઉપલબ્ધ હોવાનો આછો ખ્યાલ હતો, પણ ગુજરાતી વિશે હમણાં ખબર પડી. એટલે થયું કે એટલી વાત અહીં મૂકું. કદાચ કોઇને કામ લાગે.
નેટ કનેક્શનના વાંધા ન હોય એવા લોકો સીધા આ લિન્ક પર જાય http://www.google.com/transliterate/indic
ભાષા (ગુજરાતી કે હિંદી) પસંદ કરે અને અંગ્રેજી લિપીમાં શબ્દો લખે.
શબ્દ લખીને સ્પેસ આપતા જાવ તેમ શબ્દ પસંદ કરેલી ભાષામાં ફેરવાતો જશે. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ ફોન્ટ યુનિકોડ છે.
આ સેવાની મર્યાદા અત્યારે એટલી જ છે કે ઓફ લાઇન કશું ટાઇપ કરીને, તેને ટ્રાન્સલિટરેશન બોક્સમાં પેસ્ટ કરવાથી આખા મેટરનું ટ્રાન્સલિટરેશન થતું નથી. ટૂંકમાં નેટ હાથવગું હોય એમના માટે (જ) કામનું છે.
આ સેવા વિશે મને બહુ મોડી ખબર પડી હોય, તો વીર રસિક ‘ટેકી’ (techie) જનોએ ઠપકો આપવાની તસ્દી લેવી નહીં:-)
Urvishbhai,
ReplyDeleteYou have performed a sterling public service by pointing this facility It resolves the basic worry abot writing in Gujarati on internet. Thanks
Tushar Bhatt
પ્રિય ઉર્વીશ,
ReplyDeleteમિત્ર પ્રણવની કશુંક નવતર (ખાંખાખોળા ) કરવાની કાયમી ટેવમાંથી પ્રાપ્ત થયેલી લાગતી આ સગવડે એટલો તો રાજી કર્યો છે કે લેપટોપ માથે મુકીને નાચવાનું મન થઇ ગયું.
તેથી પ્રથમ પત્ર આ બ્લોગ ઉપર લખીને જ આ સગવડના ઉપયોગની શરૂઆત કરી રહ્યો છું.
ગૂગલ ગુજરાતી ઉપર ટાઈપ કરીને જ આ કોમેન્ટ મોકલી રહ્યો છું.
તુષારભાઈની વાત સાચી છે. આ સાઈટ દેખાડીને મારા જેવા અનેકની મોટી સેવા કરી છે. અન્ય સ્થળોએ (સાઈટ ઉપર) પડતી મોટા ભાગની મુશ્કેલીઓનું નિરાકરણ થઇ ગયેલું જણાય છે.
એક જાણકારી ઉમેરવાનું મન થાય છે કે કોઈ શબ્દ ધાર્યા મુજબનો ના દેખાય તો નિરાશ ના થવું ..... એ શબ્દ ઉપર ક્લિક કરવાથી તે સ્પેલીગના સંભવિત શબ્દો દેખાશે. ૯૯ ટકા તમારો શબ્દ એ વિકલ્પોમાં હશે જ. આ એટલી તો સરસ સગવડ છે કે આ બ્લોગ ઉપર કોમેન્ટ કરવા માંગતા તમામ મિત્રો ફરજીયાત 'ગુગલ ગુજરાતી' દ્વારા આપણી માતૃભાષામાં જ ટીપ્પણી કરે એવું સુચન કરવાનું મન થયું છે!
બાય ધી વે, ડો. બિનાયક સેનની મુક્તિ સુપ્રીમ કોર્ટ દ્વારા થઇ અને તે પણ ૬૦ સેકન્ડમાં જ !
use quillpad.in for typing ,another excellent editor for gujarati typing.
ReplyDeletei typed the gujarat but how can i past here as a commant?? its not possible to copy and paste. so, how can i write the gujrati comment here??
ReplyDeleteગૂગલ ની આ સેવા વિષે ખબર ન હતી. હવે ગુજરાતી માં કોમેન્ટ લખવાની મજા આવશે.
ReplyDeleteથેન્ક્સ,
હિમાંશુ
મઝાની માહિતી. આ સાથે વિશાલ મોનપરાનું પ્રમુખ ટાઈપ પેડ કે પછી ગુજરાતી લેક્સિકોનનું "સરસ" ઑનલાઈન એડિટર ને સ્પેલ ચેકર પણ જોવા જેવું છે. (આ કોમેન્ટ-બૉક્સમાં વેબ-લિન્ક મૂકી શકાતી નથી).
ReplyDelete