અંજીરપાંદઃ (અંગ્રેજી) ફીગલીફ
વાજપેયીનું અંજીરપાંદ ગયા પછી શા દિવસો આવ્યા છે!(૨૩-૦૯-૦૮, દિ.ભા.)
મરણજાળઃ મૃત્યુનો સકંજો
જે પ્રકારે લો ઇન્ટેન્સિટી બોમ્બની મરણજાળ નાનાં શહેરોમાં કે મહાનગરી પરાંમાં વકરી રહી છે...(૧-૧૦-૦૮, દિ.ભા.)
પિછવાઇઃ (અંગ્રેજીમાં) બેકડ્રોપ, પશ્ચાદભૂશ્રેણી
બંધ વિસ્ફોટોની પિછવાઇ પર જોતાં ૨૦૦૮ના ઓક્ટોબરમાં દેશમાં અહિંસાનો મહિમા કરીએ એટલો ઓછો છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વણફૂંક ઘુમ્રપાનઃ (અંગ્રેજીમાં) પેસિવ સ્મોકિંગ
વણફૂંક ઘુમ્રપાન સુદ્ધાં આરોગ્યને તો હાણ કરે જ છે. (૨-૧૦-૦૮, દિ.ભા.)
વૈતાળ સત્તાઃ (અંગ્રેજી) સુપરપાવર
આપણો પાટલો કોઇ વૈતાળ સત્તા લેખે મંડાયો છે એવું તો નહીં કહી શકાય.
બાવા હિન્દી બૂઃ ઔપચારિકતાની ગંધ
એમના વિરોધમાંથી વિપક્ષને ખાતર વિપક્ષ તરેહની બાવા હિન્દી બૂ આવે છે. (૩-૧૦-૦૮, દિ.ભા.)તાવીજબોલઃ તાવીજની જેમ હંમેશાં બાંધી રાખવા જેવી અને કદી અળગી ન કરવાની વાત
કેન્દ્ર સરકારના સીધા પ્રતિનિધિરૂપ ગૃહમંત્રી પાસે રાજ્ય સરકારો જોગ તાવીજબોલ આટલા અને કેવળ આટલા જ છેઃ ટેઇક કેર...(૬-૧૦-૦૮, દિ.ભા.)
આંખશરમેઃ બે આંખની શરમથી
...બજરંગ દળ વગેરેને ન તો આંખશરમે વારી શકે છે...(6-૧૦-૦૮, દિ.ભા.)
‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવીઃ (અંગ્રેજી) પ્લેઈંગ ટુ ધ ગેલેરી
પાક રાજકારણીઓ ‘પ્રેક્ષક દીર્ઘા’ રીઝવવાની રીતે ચાલશે...(7-૧૦-૦૮, દિ.ભા.)
નોંધઃગયા મહિને પ્રકાશભાઇનાં માતાજીનું બીમારી પછી અવસાન થયું હતું. એ અરસામાં તંત્રીલેખોમાં ખાડો પડ્યો હોવાથી, એ તારીખો અહીં ખાલી છે.
નોંધ તો સાવ છેલ્લે વાંચી, પણ કેટલાક શબ્દો વાંચીને એવું લાગતું જ હતું કે આ શબ્દો પ્રકાશભાઇના લખાણમાં હોઇ શકે.
ReplyDeleteતમે પ્રકાશભાઇના ભાષાપ્રયોગોમાંથી અર્થભાવના નવીન–મૌલિક શબ્દો–શબ્દજૂથો તરફ ધ્યાન ખેંચ્યું એ સારું થયું. એ પ્રયોગોમાં ક્યાંક ચમત્કૃતિ લાગે તો પણ એ પ્રચલિત બનતા જાય, વપરાશ વધતો જાય તેમ એવું તત્ત્વ ઘસાતું જશે. તમે પ્રકાશભાઇના આવા પ્રયોગો સંઘરી લ્યો પછી એ વિશે વિશ્લેષણાત્મક નિબંધ જેવું લખો તો તેમાં રસ પડશે. કાકાસાહેબે પાર વિનાના અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો પ્રચલિત કર્યા – જે આજે આપણે છૂટથી વાપરીએ છીએ – એ ઘટના ભાષાવિકાસમાં કેટલી મહત્ત્વની છે એ સમજતા હોઇએ તો તેના આવા અનુગામી પ્રયોગોનુ મૂલ્ય આંકી શકાય. સ્વામી આનંદ પણ આ નિમિત્તે યાદ આવે.
ReplyDeleteJayant Meghani ('prasar')
In Friday's edit in DB by Prakash Shah (1o Oct.,'08),I again came across such words as 'Pichvaai', 'ubardwar' and 'dilkhulas'...
ReplyDeleteThe well-known journalistic use of 'garamayo/vo', 'fima(v)yo' come to mind.
We've many in English such as 'glitterati,'chatterati,'causerati'(je koi cause/issue aave ne seedha pressman nivedan aapva dhasi janara!)etc.
('intellectuals/activist' or 'politically correct' varieties) but that belong to a different genre than 'shabdaprakash'.Recently, words starting with eco(ecological) and E/e-(e-mail, e-governance)have enriched the lexicon and reflected the growing impact of environmental awareness and electronic communications.
Many words have morphed into Gujarati from such English words, as well.(Purist may not welcome this trend, though).And in Diasporic community in England,America Gujarati words/phrazes are flavored/linked/polluted by English words or a curious usage that evolves as whar Adam Tankarvi calls,'GujLish' or as some in light tone, say EnGujji.(Hinglish, Chinglish language or Singlish of Singapore are class by themselves.Rather there are more Hinglish-speakig people than the authentic British English speaking people in the world,Says a British linguist scholr d Camberidge Uni.)As such, in spite of cultural 'imperialism' of Americans n other field of public culture, those who speak American English(spelling, accent,etc.) are far less in number than those who speak other forms of English(in the erstwhile British colonies like india, Canada, Australia, Pakistan,Malaysia,etc.).
Pravin Sheth