દોઢેક દાયકા પહેલાં મુંબઇનિવાસ દરમિયાન ઘણા શુક્રવારે ત્યાંના ‘ચોરબજાર’ (શુક્રવારી)માં જવાનું થતું હતું. એ અરસામાં ખરીદેલી લોંગપ્લે રેકોર્ડમાં અનાયાસ ‘સંતુ રંગીલી’ના સંવાદ અને ગીતોનો સેટ હાથ લાગી ગયો. ગુજરાતી નાટકની રેકોર્ડમાં એચએમવીને રસ નહીં પડ્યો હોય. બે રેકોર્ડનો આ સેટ ફિલિપ્સ કંપનીએ બજારમાં મુક્યો હશે. રેકોર્ડના કવરની એ જમાના પ્રમાણે- ફોટોશોપ અને કોરલ ડ્રો વગર - સારી એવી સજાવટ કરી છે. હરીશ રધુવંશી જેવા દસ્તાવેજીકરણના ખેરખાં મિત્રોને ગમે તેવી વાત એ છે કે રેકોર્ડના કવર પર વિગતવાર ક્રેડિટ જોવા મળે છે. એ ઉપરાંત રંગ રંગ વાદળીયા પ્રકારનાં ચિત્રો અને રેકોર્ડના બન્ને ફોલ્ડ ખોલીએ એટલે વચ્ચેના ભાગમાં કટ આઉટ. એ ગાળાની સ્મૃતિઓ તાજી કરવા ખાતર રેકોર્ડના કવરની તસવીરો અહીં મુકું છું.
નાટકના પટકથાકાર અને ગીતકારોમાંના એક, મહાસમર્થ ગુજરાતી લેખક મઘુ રાય અમેરિકા રહે છે. ‘ગગનવાલા’ તરીકે કોલમ લખતા મઘુ રાયને આ બ્લોગ થકી અને અંગત રીતે તેમના એક ચાહક તરીકે વિનંતી છે કે તે પોતાની કોલમમાં અથવા અન્યત્ર - આ બ્લોગ માટે :-) - ‘રીવિઝિટિંગ સંતુ રંગીલી’ પ્રકારનું કંઇક લખે. આ ફરમાઇશ નથી. ઘણા ચાહકોના પ્રતિનિધિ એવા એક ચાહકની દિલી ઇચ્છા અને વિનંતી છે. જોઇએ, ગગનવાલા સાહેબ શું કહે છે.
Pravin Joshi was a friend of my father's and I had occasion to meet him often.
ReplyDeleteI'm writing this for those who admired him but might not have met him.
He was a very stylish man and spoke theatrically. When he would pass through Surat by train on his way to Ahmedabad for a play, I would be sent to the station bearing hot Bataka wada and cold beers for him and his troupe. He often came to our house, when we were in Bombay, and wore loud silk shirts with paisley designs, big belts and bell-bottomed trousers.
While I cannot remember the subject of the conversations at these parties, the tone was always dramatic and humorous.
He enjoyed his drink, and at his Napean Sea house I remember good whisky being opened. The hall of the house (it was on the second floor I think) was huge and had a chess-styled black and white pattern.
I remember a time when at a party in Surat my mother brought with her a version of undhiyu that was made by smoking the vegetable in a pot (as opposed to cooking it in oil). He was delighted with it and ate the whole thing himself.
He was friends with Dilip Kumar, and used to spend time at his house.
He was happy to spend time with children and once gifted me a little magnetic chess set that was quite unique for its time.
My father heard of his death while he was in Africa and said that he broke down and cried. We had many very large pictures of him in our house in Surat, after he died, with 'The Man' written under one of them.
શ્રી ઉર્વિશભાઈ,
ReplyDeleteપિગ્મેલિયન, માય ફેર લેડી અને સંતુ રંગીલી ત્રણે યનો હું ચાહક છું. તમારી પાસે જે રેકોર્ડ આવી છે તેનું કાકાસાહેબ જેવી હોંશિયાર વ્યક્તિ એમપી-૩ વર્ઝન બનાવી ઈન્ટરનેટ પર મૂકે તો મારા જેવા જુના જમાનાના માણસને મજા આવી જાય !
કોઈ વખત http://www.mavjibhai.com પર પધારી તમારા અભિપ્રાય/સૂચનોનો લાભ આપશો ?
-માવજીભાઈના પ્રણામ
સંતુ રંગીલીની આ રેકોર્ના દર્શન હમણા જ મિત્રોની સાથે કર્/ા હતા.
ReplyDeleteઉર્વીશભાઈ: તમને જે "ચોર બજારે" મળ્યું તે મેં "ફોર્ટ બજાર " કહેતા હમામ સ્ટ્રીટ મધે નિહાળ્યું છે...પ્રવીણ નામ પ્રમાણે ગુણ ધરાવતા હતા..નાટ્ય શાસ્ત્રમાં પ્રવીણ..પણ "સન્તુ રંગીલી"નાં મૂળ પિતા તો સ્વ.અવિનાશભાઈ....બહુ "જગઝોડ" થઈ હતી અને આપડે પણ "પાલ્વાની પાળી પરથી "કોલમ લખતા તેમાં વિસ્તારે ત્યારે લખ્યું હતું...અવિનાશભાઈ આણી મંડલી એ નૃત્ય નાટિકા કરેલી...ફિલ્મ પણ બની...ઉપેન્દ્ર અરુણા અભિનીત..."સંતુના નામના સિક્કા પડ્યા હતા..એક પ્રેક્ષક તરીકે કહું તો "સન્તુ રંગીલી" જો કોઈ એકની કેવાની હોય તો હું જવાબમાં આંગળી સરિતા તરફ ચીંધુ...ઓડ્રી હેપ્બુર્ન જેટલો જ જીવંત અભિનય...મધુ લખે તો સારું જ...ગમશે..
ReplyDeleteI've got the recording :)
ReplyDelete'સંતુના નામ ના સિક્કા પડાવો ને સંતુના નામની તોપો ફોડાવો ને માસ્તર ને ઘોડાના પૂછડે બંધાવો'! 'આજે ઢેબરાં બનાવ્યા તા, ખાશે ઓલી દેવલી ડબા ડબ'!!!! The way she delivers this lines... haa haa....