આ ફિલ્મમાં આરંભ ચૂકી જવાય તો બહુ વાંધો નથી, પણ અંત ખતરનાક છે. સીધીસાદી લાગતી આ ફિલ્મની ગાડીમાં એક વાર બેઠા પછી તે ગાડીમાંથી રોલરકોસ્ટર થઇ જાય છે. એક આંચકામાંથી સહેજ કળ વળે કે બીજો આંચકો આવે, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો...
ઇન્ટરનેટ પર તેના પરિચયમાં એક જણે ફિલ્મનો સાર આ શબ્દોમાં લખ્યો છેઃ 'ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ-ટ્વીસ્ટ- ધ એન્ડ- ટ્વીસ્ટ.' ફિલ્મના ટાઇટલ પૂરા થાય ત્યાં સુધી ફિલ્મ જોવી જરૂરી છે. તો જ સાંધામેળ બેસશે. દિમાગના વળ મનોરંજક રીતે ચડાવતી આ ફિલ્મમાં લેસ્બિયન સંબંધોનાં કેટલાંક દૃશ્યો છે એટલી ચોખવટ.
ફિલ્મ ગ્રેટ નથી. પણ સમય-વસૂલ છે. હા, ફિલ્મ ઘેર લાવીને જોવાની હોય ત્યારે ફક્ત ‘પૈસાવસૂલ’ હોય એટલું પૂરતું નથી. ‘સમયવસૂલ’ પણ હોવી જોઇએ.
આ ફિલ્મની સિક્વલ ‘વાઇલ્ડ થીંગ્ઝ-૨’ બની છે એ જાણ્યાથી એ પણ જોઇ. નવાઇની વાત છે કે તેની આખી કથા ભાગ-૧ જેવી જ છે. ફક્ત પાત્રો અને કેટલીક સિચ્યુએશન જુદાં. એટલે ભાગ-૧ જોયો હોય, તો ભાગ-૨ના ટિ્વસ્ટની મઝા ઘણી હદે જતી રહે. એવું જ તેના ભાગ-૩નું છે. એટલે વિકલ્પ હોય તો ત્રણમાંથી ભાગ-૧ એટલે કે ‘વાઇલ્ડ થીંગ્ઝ’ જ જોવી.
આ ફિલ્મને સોફ્ટ પોર્ન પ્રકારની કહી શકાય. બીજો અને ત્રીજો ભાગ ઓકે-ઓકે છે.
ReplyDeleteસાચુ.. એટલે જ તો મુવીને R rated ગણાવેલી
ReplyDelete