tag:blogger.com,1999:blog-8512076518668010629.post7249240447154182649..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: વિચારનિષ્ઠ, વિચારપ્રેરક, વિચારકર્મી : પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-71872309331742762822011-02-14T15:31:48.701+05:302011-02-14T15:31:48.701+05:30બીરેનભાઈ સંપાદિત પુસ્તક એક રાતે સહેજ નજર ફેરવવા જ ...બીરેનભાઈ સંપાદિત પુસ્તક એક રાતે સહેજ નજર ફેરવવા જ ખોલ્યું હતું અને પૂરું કર્યા પછી જ મૂકી શક્યો હતો. રાવજીભાઈ પટેલ - મોટા વિશે જાણ્યા પછી, આ પુસ્તક પૂર્વે, તદ્દન અજાણ હોવાનો મને આઘાત લાગ્યો હતો. આ માટે બીરેનભાઈનો પ્રયાસ અભિનંદનને પાત્ર છે. અનુકૂળતાએ એમને વ્યક્તિગત અભિપ્રાય આપવાની પણ હાર્દિક ઈચ્છા છે.
મોટાના બધા જ વિચારો સાથે સંમત ન થઈ શકાય તો પણ તેમની વિરાટ પ્રતિભાનો પ્રભાવ તો જરૂર અનુભવાય. રેડિકલ હ્યુમનિઝમ, સ્તાલિનવાદ અને કટોકટીનું સમર્થન જેવા ત્રણ અલગ દિશાના અંતિમો પર ઊભા રહેવાનું પણ અપથ્ય જ લાગે. પરંતુ વિચારતા કરવાની તેમની પધ્ધતિ તો આજે આપણે સૌ કોઈ પણ અપનાવી શકીએ - અપનાવવી જ જોઈએ.
એક આડવાત,
આ પુસ્તક વાંચ્યું તેના તરતના દિવસોમાં જ બુટાના હાલના એક ઉચ્ચ પદાધિકારી સાથે ફોન પર અન્ય કારણસર વાત થઈ. એમનો મને જુનો (અને પૂરેપૂરો!) પરિચય, પણ મોટા વિશે એમણે કદી કોઈ ઉલ્લેખ કરેલો નહિ. એટલે મેં સહજ ફરિયાદના ટોનમાં કહ્યું, "તમે યાર, મને કદી તમારા બુટાના સ્થાપક પ્રમુખ વિશે વાત જ ન કરી. મને હમણાં ખબર પડી કે એ તો બહુ જ રસપ્રદ વ્યક્તિ હતા.."
એમણે જવાબ વાળ્યો, "રસપ્રદ-બસપ્રદ તો ઠીક મારા ભાઈ, પણ ચક્રમ તો હતા જ!"
આપણી કમનસીબી છે કે આવા "ચક્રમો"ને તેમનાં જીવતા આપણે ચક્રમ તરીકે જ ઓળખતા રહીએ છીએ ત્યારે મોટાની-ભલે મરણોપરાંત પણ ખરી ઓળખ આપવા માટે બીરેનભાઈને ધન્યવાદ.
- ધૈવત ત્રિવેદીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-66120572054254210442011-02-12T22:48:20.216+05:302011-02-12T22:48:20.216+05:30૧૯૫૮માં પ્રી સાયન્સમાં -એમ એસ યુનિ.માં હતો ત્યારે ...૧૯૫૮માં પ્રી સાયન્સમાં -એમ એસ યુનિ.માં હતો ત્યારે મારા માસા મહેન્દ્રપ્રસાદની ભલામણથી શ્રી મોટા મને પોતાને ત્યાં મેથેમેટિક્સનું ટ્યુશન આપતા હ્તા-સત્તર વરસના છોકરાને માટે તો તે ફિલોસોફર કરતાં "સાહેબ" વધારે હતા- મારી સાથે ખૂબ હોશિયાર વિદ્યાર્થી "મહેતા" હતો.મોટા એના વખાણ કરતા અને મને કહેતા કે મહેતાનું જોઇને તો શીખ?-જે હોય તે પછી હું પાસ તો થયો.
તમારા લેખથી યાદો તાજી થઇ. ધન્યવાદ.harnish5https://www.blogger.com/profile/14444191759419612690noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-2931645307666549202011-02-11T22:08:16.583+05:302011-02-11T22:08:16.583+05:30aapdi vaat thai hati te j article chhe....aapdi vaat thai hati te j article chhe....Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.com