tag:blogger.com,1999:blog-8512076518668010629.post3676345144494184714..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: અશ્વિની ભટ્ટની કલમ ઇશ્વરની લાકડી જેવી છે ?U-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-971576590223062912009-05-18T18:30:00.000+05:302009-05-18T18:30:00.000+05:30ઉર્વિશભાઇ, અશ્વિની ભટ્ટના લાખો ચાહકોમાંનો હું તો એ...ઉર્વિશભાઇ, અશ્વિની ભટ્ટના લાખો ચાહકોમાંનો હું તો એક સામાન્ય વાચક જ છું. પણ એમના વીષે માહિતી ભેગી કરવી એ મારા રસનો વિષય છે. મે એમની નવલકથાઓમાંથી ક્વોટ્સ અલગ તારવીને ઓર્કૂટ પર તેમની કોમ્યુનીટીમાં ફોરમ બનાવી પોસ્ટ પણ કર્યા છે. તેમના વીષે શક્ય તેટલી માહિતી મેળવી ઇન્ટરનેટ પર તેમનુ અલાયદુ પાનું બનાવીને તેમના ચાહકો માટે હાથવગુ રેફરન્સ બની રહે તેવો પ્રયત્ન કરુ છુ. તમે આપેલી માહિતી લેટેસ્ટ છે, વાંચીને ઘણી ખુશી થઇ. તેમની તાજેતરમાં પુનમુદ્રિત થયેલી ફાંસલોની નકલ ખરીદવા નિમિત્તે નવભારત સાહિત્યની મુલાકાત લીધી ત્યારે મહેન્દ્રભાઇએ પણ કહ્યું હતું કે તેમની નવી નવલકથાના પાંચ પ્રકરણ મેં વાંચ્યા છે અને ખરેખર 'હલી' જવાય તેવા છે. પણ હવે એ નવલકથા ક્યારે પુરી કરે છે એ ખબર નહિ. વાચક તરીકે તો એવી પ્રબળ આશા જ રાખવી રહી કે એ નવલકથા જલદી વાંચવા મળે. <br /><br />આપને કદાચ યાદ હોય તો દિવ્ય ભાસ્કરમાં ૨૦૦૬ ના વર્ષમાં રવિવારની પૂર્તિ (મહેફિલ)માં ગુજરાતી હસ્તિઓની મુલાકાત આવતી હતી. તેમા અશ્વિની ભટ્ટની મુલાકાત પણ આવી હતી. તમારી પાસે જો એ હોય તો એ હું યુનિકોડમાં ટ્રાન્સફર કરવા માંગુ છુ. જો તમારી પાસે ન હોય તો માત્ર એ કઈ તારીખે પ્રકાશિત થયો હતો એ તારીખ જણાવી શકો તો મને મદદરુપ થશે.Chirag Panchalnoreply@blogger.com