tag:blogger.com,1999:blog-8512076518668010629.post2980035647375250994..comments2024-03-22T21:33:07.178+05:30Comments on gujarati world: ફાધર વાલેસઃ બે વર્ષ પછી ફરી એક વારU-said-ithttp://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-8512076518668010629.post-76129604545936116092020-12-13T06:27:00.728+05:302020-12-13T06:27:00.728+05:30Bilkul sachi vaatBilkul sachi vaatAnonymoushttps://www.blogger.com/profile/02355916775373200478noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-76033224834196088762011-12-01T17:22:40.956+05:302011-12-01T17:22:40.956+05:30ઉર્વીશભાઈ,ઘટનાક્રમનું તમારું બયાન માર્કો પોલો સ્ટા...ઉર્વીશભાઈ,ઘટનાક્રમનું તમારું બયાન માર્કો પોલો સ્ટાઈલનું છે, એ વાત મને, તે કાર્યક્રમમાં હાજર રહેનારાને, તરતજ પ્રતિત થાય છે. 'ઉમર, લાગણીવશતા કે અન્ય પરિબળને' લઈને પ્રેરાયેલ ફાધરના કતૃત્વ અંગે મને પણ એક અર્થઘટન સુઝે છે. ઘણા બધા કલાકની મુસાફરી બાદ એટલી અવસ્થાએ પહોંચેલ માણસ પોતાના ભાગે આવેલ બે બોલ ગોઠવવાની મથામણમાં કાર્યક્રમની આરંભે ઉચ્ચારાયેલ 'પવિત્રતા' શબ્દમાંથી કડી પકડે તે તેમનો સ્વભાવ જોતા સ્વાભાવિક લાગે છે.

માધવભાઈ વિશેના તમારા ભાવ મારા ભાવના સંપૂર્ણ સમાધાનરૂપ જણાયા.

અને છેલ્લે છેલ્લે.. તમે મને બે વર્ષ પહેલા આપેલ ફાધરના ઈ મેઈલ ID ની વિગતથી હું તેમના તરફથી ઘણા બધા ઈ-આશીર્વચન મેળવવામાં સદનસીબ રહ્યો છું. તેનો માનું એટલો આભાર ઓછો!amithttps://www.blogger.com/profile/09394568515501653910noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-89687111697259676022011-11-28T19:38:20.535+05:302011-11-28T19:38:20.535+05:30ગુજરાતી ભાષા - સાહિત્યના કાર્યક્રમોમાં 'ગુજરાત...ગુજરાતી ભાષા - સાહિત્યના કાર્યક્રમોમાં 'ગુજરાતી' ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની ફેશન થઈ ગઈ છે. ચિંતા કરવાનો દરેકનો અંદાઝ - હેતુ અલગ અલગ હોય છે. વિદેશવાસી ગુજરાતીઓને માદરે વતન આવી એવી ચિંતા કરવામાં બહુ રસ પડે. આ કાર્યક્રમમાં એ 'જવાબદારી' આયોજક દેવેન્દ્ર પીરે સંભાળી. તેઓ જે સ્ટેજ પરથી બોલતા હતા ત્યાં જ સહેજ પાછું વળીને જોયું હોત તો 'ચિંતા' કરવાનો નમૂનો પણ મળી જાતે. કાર્યક્રમ માણતા ઘણાનું ધ્યાન ગયું હતું અને બ્લોગ પરની આ પોસ્ટની ચોથી તસવીરમાં વંચાય છે તેમ ફાધર વાલેસના પુસ્તકના વિમોચનકર્તા રઘુવીર ચૌધરીનું નામ 'રઘુવીર ચૌઘરી' લખ્યું છે. 'ઘ' અને 'ધ' વચ્ચે ભેદ કરતો એક સારો કોમ્પ્યુટર ફોન્ટ પણ આયોજકો - બેનર બનાવનારા ના શોધી શક્યા. આ કાર્યક્રમ થયો તેના ચાર દિવસ અગાઉ 14 નવેમ્બરની રાત્રે અમદાવાદની એલ.જી. હોસ્પિટલના ડોકટરોએ જમણા હાથે ફ્રેક્ચર થયેલા નવ વર્ષના બાળકના ડાબા હાથ પર સર્જરી કરી દીધી. એ રીતે જોઇએ તો ગુજરાતમાં તબીબી શિક્ષણ અને ભાષાના શિક્ષણ - બન્નેની હાલત એક સરખી ખરાબ, ખરાબ પણ નહીં કંગાળ છે. એકને ડાબા - જમણાના ફરકની ખબર નથી તો બીજાને 'ઘ' અને 'ધ' વચ્ચેના તફાવતની ખબર નથી. સવાયા ગુજરાતી તરીકે પહેલ વહેલા ઓળખાયેલા કાકા કાલેલકર લિખિત નિબંધ - પાઠ 'ડાબો કે જમણો?' તબીબી અભ્યાસક્રમમાં દાખલ કરવાની તાતી જરૂર છે. ના, 'ઘ' અને 'ધ'નો તફાવત ક્યાંથી શીખવા મળે એની જાણ મને નથી. આભાર.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-57693555068790121642011-11-22T10:49:21.272+05:302011-11-22T10:49:21.272+05:30ઉર્વીશભાઈ તમે સરસ જાણકારી ફાધર વાલેસના કાર્યક્રમ વ...ઉર્વીશભાઈ તમે સરસ જાણકારી ફાધર વાલેસના કાર્યક્રમ વિશેની મૂકી છે . મેં મારા બ્લોગ જ્ઞાનનું ઝરણું http://rupen007.wordpress.com/ પર આ પ્રોગ્રામ વિશે ટૂંકમાં પોસ્ટ મૂકી છે . હું હોલમાં તમારી આગળની લાઈનમાં જ બેઠો હતો અને તમને બ્લ્યુ ઝીન્સ , બ્લ્યુ ચેક્સ શર્ટમાં ડાયરીમાં લખતા તથા કેમેરામાં યાદો કંડારતા જોયા હતા . હું આપને બોલાવવાના હતો પણ તમેંજેઠ લખવામાં વ્યસ્ત હોવાથી ન બોલાવ્યા અને આપ પ્રોગ્રામ પુરો થતાં પાછળથી exit માંથી બહાર નીકળી ગયા ઈ મળવાનું રહી ગયું . મેં અગાઉનો તમારી ૨૦૦૯ ના કાર્યક્રમ વિશેની પોસ્ટ વાંચી હોવાથી આ પ્રોગ્રમમાં જવાની ઈચ્છા તીવ્ર થઇ હતી અને તમને આ પોસ્ટ મુકવા માટે મેસેજ પણ કર્યો હતો .rupen007https://www.blogger.com/profile/04181821596854362708noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-39413582586171588672011-11-21T15:52:34.357+05:302011-11-21T15:52:34.357+05:30ખૂબ સરસ. . . અવિસ્મરણીય ક્ષણોને તમે શાશ્વતી અર્પી....ખૂબ સરસ. . . અવિસ્મરણીય ક્ષણોને તમે શાશ્વતી અર્પી...Chhaya Trivedinoreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-68698751886060240602011-11-21T12:30:28.781+05:302011-11-21T12:30:28.781+05:30ફાધર વૉલૅસ અમદાવાદમાં હતા [છે?] અને ખબર ન પડી એ અમ...ફાધર વૉલૅસ અમદાવાદમાં હતા [છે?] અને ખબર ન પડી એ અમારૂં - ૬૦ના દાયકામાં તેમનાં યુનિવર્સીટી વિસ્તારમાં યોજાતાં બધાં જ વકત્વ્યો સાંભળનારા અને એન્જીનીયરીંગમાં ભણતા છતાં કલનશાત્રના ખાસ વિષયપરના ઝૅવિયર્સ કૉલૅજ ના વર્ગો ભરવા જનારાનું- કમનસીબ.
ઉર્વીશભાઇએ બન્ને કાર્યક્રમને સ-રસ વિગતે આવરી લીધા છે.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-854701369559566042011-11-21T11:36:33.358+05:302011-11-21T11:36:33.358+05:30GHANU JANVA MALYU URVISHBHAI ABHAR..........GHANU JANVA MALYU URVISHBHAI ABHAR..........dharmesh davehttps://www.blogger.com/profile/12918900901475370528noreply@blogger.comtag:blogger.com,1999:blog-8512076518668010629.post-58889793107751244062011-11-20T18:13:40.185+05:302011-11-20T18:13:40.185+05:30આ કાર્યક્રમનો અહેવાલ વાંચીને એક મુદ્દો અહીં મૂકું ...આ કાર્યક્રમનો અહેવાલ વાંચીને એક મુદ્દો અહીં મૂકું છે, જે ઘણા વખતથી મનમાં હતો. એ મુદ્દો છે ‘સ્ટેન્ડીંગ અવેશન (કે ઓવેશન) ’ અંગેનો. જે વ્યક્તિ નિમિત્તે આવો કાર્યક્રમ યોજાયો હોય એ વ્યક્તિ ‘સ્ટેન્ડીંગ અવેશન’ ને લાયક હોય છે જ, એમ માનીને આ વાત કરું છું. આવી વ્યક્તિ પોતે મંચ પર બિરાજમાન હોય અને એમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે એની હાજરીમાં જ સૌને મંચ પરથી સ્ટેન્ડીંગ અવેશન’ આપવાની સૂચના આપવામાં આવે એમાં એ મહાનુભાવનો ગરિમાભંગ લાગે છે. એમના દેખતાં જ એમના માટે ‘સ્ટેન્ડીંગ અવેશન’ ઉઘરાવવાની ચેષ્ટા કંઈક અંશે (સૂક્ષ્મ રીતે) અપમાનજનક પણ લાગે છે, ભલે ને એનો ઈરાદો શુભ હોય. માન્યું કે એ મહાનુભાવને ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપવું જોઈએ એ વિષે પ્રેક્ષકોને ખ્યાલ નથી, તો એ બાબતે એમને અગાઉથી (પણ મુખ્ય મહાનુભાવના આગમન પહેલાં) જણાવી શકાય.
બે કાર્યક્રમના અનુભવ જણાવું.
મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નેવું વર્ષ વટાવી ગયેલા એક પીઢ અભિનેતાના સન્માન માટે તેમને વ્હીલચેરમાં બેસાડીને લાવવામાં આવ્યા અને બે હાથે વ્હીલચેર હાંકનાર યજમાન અચાનક બન્ને હાથ છોડીને પ્રેક્ષકોને ઉભા થવાનો જોરજોરથી ઈશારો કરવા માંડ્યા. બહુ વલ્ગર દૃશ્ય લાગતું હતું આ !
આની સામે અમદાવાદમાં યોજાયેલા એક મહાન સંગીતકારના કાર્યક્રમમાં ઉદઘોષકે સંગીતકારના આગમન અગાઉ સૌને જણાવી દીધું હતું કે તેઓ પધારે ત્યારે સૌએ ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપવાનું છે. આવી ઘોષણાને પગલે એ સંગીતકાર પધાર્યા ત્યારે સૌએ એમને ‘સ્ટેન્ડીંગ અવેશન’ આપ્યું, જેને કારણે સંગીતકારની સાથેસાથે પ્રેક્ષકોની ગરિમા પણ ઉપસી શકી.
સામાન્ય રીતે સાંસ્કૃતિક ક્ષેત્રની વ્યક્તિને જ આવું ‘સ્ટેન્ડીંગ અવેશન’ મળતું હોય છે, કોઈ રાજકારણીને ભાગ્યે જ મળે. આદર વ્યક્ત કરવા માટેની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે કદાચ, પણ એની ગરિમા જળવાય તો જ.
બાકી તો કોઈ રાજકારણીના કાર્યક્રમમાં એના માણસો ‘જય’ બોલાવે કે કોઈ કલાકાર માટે એની હાજરીમાં જ ‘સ્ટેન્ડીંગ અવેશન’ ઉઘરાવાય- બન્ને વચ્ચે બહુ ફરક નથી.બીરેન કોઠારીnoreply@blogger.com